Petrolના ભાવ ક્યારે ઘટશે તેને લઈને પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો ચોંકાવનારો જવાબ, કહ્યું આ કારણે વધી રહી છે કિંમતો

દેશમાં વધી રહ્યા છે પેટ્રોલના ભાવ
લોકો સરકાર પાસે ભાવ ઘટાડાની રાખી રહ્યા છે આશા
હાલમાં ભાવ ઘટાડી શકાય તેવી કોઈ શક્યતા નથીઃ પેટ્રોલિયમ મંત્રી
દેશના 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થયા છે ત્યારે ડીઝલના ભાવ પણ 100 રૂપિયાની નજીક છે. સરકારી તેલ કંપનીઓ રોજ ભાવમાં નજીવો વધારો કરતી રહે છે. આ સમયે લોકોને આશા છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને કોઈ પગલા લેશે પરંતુ સરકારે આ વાતને નકારી દીધી છે.

ગ્લોબલ માર્કેટના કારણે વધી રહી છે કિંમતો
પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ગ્લોબલ માર્કેટમાં કાચા તેલમાં મોંઘવારી વધવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. કાચું તેલ 70 ડોલર પ્રતિ બેરલના ભાવથી પણ મોંઘું છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા તેલ ઈમ્પોર્ટ કરે છે. મંત્રીએ કહ્યું કે સરકારની આવક પણ ઘટી છે પણ ખર્ચા વધ્યા છે. તેઓએ કહ્યું કે નાણાંકીય વર્ષ 2020-21માં આવક ઘટી છે અને તે 2021-22માં પણ ઘટવાના અણસાર છે.
.jpg?resize=600%2C338&ssl=1)
ટેક્સ કટૌતીને માટે યોગ્ય સમય નથી
તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર કટૌતી પર વાત કરવાનો આ સમય નથી. કેમકે આ સમયે સરકારી હેલ્થ સેક્ટર પર પણ ખર્ચ કરી રહી છે. તેઓએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા નથી. તેઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાનુ કારણ આંતરરાષ્ટ્રિય બજારમાં કાચા તેલના મોંઘા થવાને ગણાવ્યું છે.
GSTના દાયરામાં પેટ્રોલ ડીઝલ?
શું પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં લાવવી જોઈએ. તેને લઈને પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આવું થવું જોઈએ, તેઓ આ વિચારના સમર્થનમાં છે. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્લોબલ માર્કેટમાથી કંટ્રોલ થાય છે. તેમાં અમે કંઈ કરી શકીશું નહીં. મારું માનવું છે કે ઈંધણને જીએસટીમાં લાવવું જોઈએ. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય એકમત થઈને વાત કરે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો વસૂલે છે ભારે ટેક્સ
પેટ્રોલની કિંમતમાં 60 ટકા ભાગ સેન્ટ્ર્લ એક્સાઈઝ અને રાજ્યોને ટેક્સનો હોય છે જ્યારે ડીઝલમાં તે 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી 32.90 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય રીતે રોજ ફેરફાર થાય છે. આ કિંમતો બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડ કિંમત અને ફોરેન એક્સચેન્જના રેટના આધારે નક્કી થાય છે.
આ રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર
તમને જણાવી દઈએ કે પેટ્રોલના ભાવ 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લદ્દાખમાં 100 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યા છે. આ મહિને અત્યાર સુધીમાં 4 વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ ચૂક્યો છે.
Source link
No comments:
Post a Comment