આંતરાષ્ટ્રીય યોગા-ડે: ભારતે ‘M-Yoga એપ’ લોન્ચ કરીને વિશ્વને આપી ભેટ
સાતમા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતે સમગ્ર વિશ્વને એક ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંબોધન દરમિયાન M-Yoga એપ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન દ્વારા વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં યોગ શીખવવામાં આવશે. ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને આ એપ્લિકેશન તૈયાર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ‘જ્યારે ભારતે યુનાઈટેડ નેશન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે તેના પાછળ એવી ભાવના હતી કે, આ યોગ વિજ્ઞાન સમગ્ર વિશ્વ માટે સુલભ બને.’
વડાપ્રધાને કહ્યું કે, ‘આજે તે દિશામાં ભારતે યુનાઈટેડ નેશન્સ, WHO સાથે મળીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે વિશ્વને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે.’ આ એપમાં કોમન યોગ પ્રોટોકોલના આધાર પર યોગ પ્રશિક્ષણના અનેક વીડિયોઝ વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે M-Yoga એપમાં યોગ અંગેના સરળ પ્રોટોકોલ સમજાવવામાં આવશે જેથી અલગ-અલગ દેશોમાં યોગનો પ્રસાર થઈ શકે. આ એપમાં યોગ અંગેના વીડિયો શેર કરવામાં આવશે જે અલગ-અલગ ભાષાઓમાં હશે.
ઉલ્લેખનીય છે કે, ભારતની પહેલ બાદ જ્યારથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા મળી છે ત્યારથી સમગ્ર વિશ્વમાં યોગને લઈ ઉત્સાહ વધ્યો છે. અલગ-અલગ દેશોમાં યોગ હવે દૈનિક જીવનનો હિસ્સો બન્યો છે અને સાથે જ એક પ્રોફેશનલ ચોઈસ પણ બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હજુ પણ યોગના વીડિયો શેર કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ઘણી વખત 3-ડી અવતારમાં યોગના વીડિયો શેર કરે છે જેમાં તેઓ અલગ-અલગ આસનોનો ઉલ્લેખ કરે છે
No comments:
Post a Comment