JioPhone NEXT / દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે રિલાયન્સ, જાણો બજારમાં ક્યારથી મળશે?
JioPhone NEXT માટે કંપનીએ Googleની સાથે હાથ મિલાવ્યો છે.
JioPhone NEXTની જાહેરાત
10 સપ્ટેમ્બરે થશે લોન્ચ
Googleની મળીને ફોન બનાવવાની જાહેરાત
આજે Reliance કંપનીના 44માં AGMનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે JioPhone NEXTની જાહેરાત કરવામાં આવી. AGM વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે JIO દુનિયાની સૌથી સસ્તી 4G સર્વિસ છે. જીયો ફોન નેફ્સ્ટ 10 સપ્ટેમ્બરે માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ ફેન અત્યાર સુધીનો માર્કેટમાં સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ફક્ત ભારતમાં જ નહીં આખી દુનિયામાં પણ. JioPhone NEXT માટે કંપનીએ Googleની સાથે હાથ મિલાવ્યો છે. AGMમાં સુંદર પીચાઈએ પણ વર્ચ્યુએલી ભાગ લીધો હતો.
ફોનની શું છે ખાસિયતો?
JioPhone NEXT ફીચર સ્માર્ટફોન છે જેમાં ગુગલ અને જીયોની એપ્લિકેશન મળશે. સાથે જ તેમાં પ્લે સ્ટોર પણ મળશે જેનાથી યુઝર્સ એપ ડાઉનલોડ કરી શકશે. JioPhone NEXTમાં વોયસ આસિસ્ટન્ટ અને લેંગવેજ ટ્રાન્સ્લેશનનું ફીચર પણ આપવામાં આવશે.
જીયોનો સસ્તો સ્માર્ટફોન ક્યારે આવશે?
મુકેશ અંબાણીએ એજીએમમાં 'જીયો ફોન નેક્સ્ટ'ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એન્ડ્રોયડ પર બેસ્ટ આ સ્માર્ટફોન ગુગલ અને જીયોએ મળીને બનાવ્યો છે. કંપનીનો આ સસ્તો સ્માર્ટફોન ગણેશ ચતુર્થીએ એટલે કે 10 સપ્ટેમ્બરે બજારમાં આવશે.
જીયો દુનિયાનું બીજી સૌથી મોટુ ડેટા કેરિયર
રિલાયન્સ જીયો વિશે જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે જીયો દુનિયાનું બીજી સૌથી મોટુ ડેટા કેરિયર નેટવર્ક બની ગયું છે. તે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.
ગ્રીન એનર્જીને લઈને મોટુ એલાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ન્યૂ અને ગ્રીન એનર્જી પ્લાન્સની જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે હજુ આપણો દેશ દુનિયામાં સૌથી મોટા ઈંધણ આયાત કરતા દેશોમાંથી એક છે. હવે આપણું લક્ષ્ય દેશને દુનિયાના સૌથી મોટા ગ્રીન એનર્જી આયાતકારોમાંથી એક બનાવવાનું લક્ષ્ય છે.
રિલાયન્સ બનશે ગ્લોબલ
મુકેશ અંબાણીએ એજીએમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્લોબલ હોવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના ગ્લોબલ પ્લાન્સની ઘોષણા આવનાર સમયમાં કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સાઉદી અરામકોના યાસિર અલ રૂમાયનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવશે. આ રિલાયન્સના ગ્લોબલ બનવાની શરૂઆત હશે.
જામનગરમાં 5000 એકર જમીન પર બનશે આ પ્લાન્ટ
મુકેશ અંબાણીએ કંપનીના ગ્રીન એનર્જી પ્લાનની ઘોષણા કરી છે. જામનગરમાં ઘીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ બનાવવામાં આવશે. કંપની હવે પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે સોલન ગ્રીન એનર્જી પર જોર આપવાની વાત કરી છે. તેના માટે રિલાયન્સે ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવ્યું છે જેમાં દેશની ઘણી મોટી પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે.જામનગરના ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ 5000 એકર જમીન પર આ પ્લાન્ટ બનાવવામાં આવશે.
Source of VTV
No comments:
Post a Comment