Search This Website

Saturday, June 5, 2021

મોટી રાહતઃ હવે કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ, CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર

 


મોટી રાહતઃ હવે કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ, CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર



CoWIN પોર્ટલ પર આવ્યું ખાસ ફીચર


વેક્સીનેશન સ્લોટ બુક કરાવવાનું થયું સરળ


અંગ્રેજી સિવાય પણ અનેક ભાષાઓમાં મળશે સ્લોટ બુકિંગની સુવિધા



કોરોના વાયરસથી બચવા માટે ભારત આ સમયે દુનિયાનું સૌથી મોટું કોરોના વેક્સીનેશન અભિયાન ચલાવી રહ્યું છે. સરકાર 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીનેશનની પરમિશન આપી ચૂકી છે. આ મમાટે દરેક લોકોએ CoWIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. CoWIN પોર્ટલ પર તમારે સ્લોટ લેવાનો રહે છે અને સ્લોટ મળ્યા બાદ તમે નક્કી તારીખ અને સમયે વેક્સીન લગાવવા પહોંચો તે પણ જરૂરી છે.



CoWIN પોર્ટલ પર શરૂ કરાયું આ ફીચર

હવે સરરાપે વેક્સિનના સ્લોટ બુકિંગ કરવા માટે CoWIN પોર્ટલ પર અનેક સેવાઓ જોડી છે. તેની સાથે આ પ્રક્રિયા વધારે સરળ બની છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર હવે CoWIN પોર્ટલ દેશમાં હિંદીની સાથે પંજાબી, તેલુગુ, મરાઠી, મલયાલમ, ગુજરાતી, અસમિયા, બંગાળી, કન્નડ, ઉડિયા જેવી ભાષામાં મળી રહેશે.

CoWIN પોર્ટલ વેક્સીનેશન માટેનો એકમાત્ર રસ્તો

જેમ કે પહેલા પણ જણાવ્યું તેમ દેશમાં કોરોના વેક્સીન માટે CoWIN પોર્ટલ એક માત્ર રસ્તો છે. તેની પર જાણકારી અંગ્રેજીમાં અપાઈ હતી. જેના કારણે લોકોને તેને સમજવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. અનેક લોકોને ફરિયાદ હતી કે તેઓ સ્લોટ બુક કરાવી શકી રહ્યા નથી. એવામાં હિંદી સહિત અનેક ક્ષેત્રીય ભાષામાં તેને લોન્ચ કરાયું છે. CoWIN પોર્ટલ આવનારા અઠવાડિયાથી 14 અલગ ક્ષેત્રીય ભાષામાં પણ સેવા આપશે.



હવે સીરમ પણ બનાવશે Sputnik V

કોરોનાની વેક્સિન Covishield બનાવી રહેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) આવનારા દિવસોમાં રશિયાની કોરોના વેક્સિન Sputnik V ને પણ બનાવશે. Sputnik V ના નિર્માણની મંજૂરી માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI)ની મંજૂરી માંગી છે. જેને મંજૂર પણ કરી લેવામાં આવી છે. પુણેની બેસ્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ test analysis અને examinationને માટે પણ મંજૂરી માંગી છે. હાલમાં ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક વીના નિર્માણ ડો. રેડ્ડી લેબોરેટરી દ્વારા કરાયું છે. મળતી માહિતી અનુસાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બુધવારે DCGIને એક અરજી કરી હતી જેમાં ભારતમાં COVID-19 વેક્સિન સ્પૂતનિક વીના નિર્માણની પરમિશન માંગવામાં આવી છે.







Source link

No comments:

Post a Comment