Search This Website

Thursday, June 10, 2021

શું હેક થઈ ગઈ CoWIN એપ? 15 કરોડ ભારતીયોના ડેટાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ નિવેદન




શું હેક થઈ ગઈ CoWIN એપ? 15 કરોડ ભારતીયોના ડેટાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ નિવેદન



શું હેક થઈ ગઈ CoWIN એપ?


15 કરોડ ભારતીયોના ડેટાને ખતરો


સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ નિવેદન



હાલમાં કેટલાક રિપોર્ટ સામે આવ્યા હતા તેમાં કહેવાયું હતું કે ભારતના વેક્સીન રજિસ્ટ્રેશન પોર્ટલ ‘CoWIN’ને હેકરોએ હેક કરી લીધા છે. હવે આ રિપોર્ટ પર કેન્દ્ર સરકારની તરફથી સફાઈ સામે આવી છે. ગુરુવારે સરકારે એવા રિપોર્ટને નકાર્યો છે જેમાં ‘CoWIN’ને હેક કરી લેવાની વાત કરાઈ છે. તેમાં 15 કરોડ ભારતીયોના ડેટાને ખતરો છે.


શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આવા અજ્ઞાત મીજિયા રિપોર્ટમાં કહેવાયું છે કે ‘CoWIN’ પ્લેટફોર્મ હેક થઈ ચૂક્યું છે. પહેલી વારમાં જ રિપોર્ટ ખોટા હોવાનું જણાઈ રહ્યું છે. પોર્ટલ પર વેક્સીનેશન ડેટા સેફ છે. જો કે મંત્રાલય અને Empowered Group on Vaccine Administration (EGVAC) આ કેસની તપાસ કમ્પ્યુટર એજન્સી રિસ્પોન્સ ટીમની મદદથી પણ કરાવી રહ્યા છે.



‘CoWIN ને હેક કરી શકાય નહીં’

મે મહિનામાં કેન્દ્રીય મંત્રાલયે કોવિનને માટે કહ્યું હતું કે આ પ્લેટફોર્મને હેક કરી શકાશે નહીં. કેન્દ્ર સરકારે આ નિવેદન ત્યારે આપ્યું હતું જ્યારે પોર્ટલ પર વેક્સીનેશનના રજિસ્ટ્રેશન સંબંધી મુશ્કેલીઓ આવી રહી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે બસ્ટિંગ મિથ્સ ઓફ વેક્સીનેશનના નામથી જાહેર એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કહ્યું કે કોવિનને હેક કરી શકાશે નહીં. આ OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ અને કેપ્ચા સેટિંગથી સિક્યોર છે.




Source link

No comments:

Post a Comment