Search This Website

Tuesday, June 8, 2021

નોટબંધીના સમયના બધા જ CCTV ફૂટેજ સાચવી રાખજો : જાણો કેમ RBIએ બૅન્કોને આપ્યો આવો આદેશ




નોટબંધીના સમયના બધા જ CCTV ફૂટેજ સાચવી રાખજો : જાણો કેમ RBIએ બૅન્કોને આપ્યો આવો આદેશ








નોટબંધીમાં અયોગ્ય ગતિવિધીઓ સામે કાર્યવાહીમાં મદદ મળી શકશે


500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યો હતો


તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકે ભર્યુ પગલુ



નોટબંધીમાં અયોગ્ય ગતિવિધીઓ સામે કાર્યવાહીમાં મદદ મળી શકશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને કહ્યું છે કે 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની બ્રાન્ચો અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોર્ડિંગને આવનારા આદેશ સુધી સુરક્ષિત રાખે જેથી પ્રવર્તન એજન્સીઓને નોટબંધી દરમિયાન અયોગ્ય ગતિવિધીઓમાં શામેલ વ્યક્તિઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં મદદ મળી શકે.



500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યો હતો

સરકારે 8 નવેમ્બર 2016માં કાળા નાણાંને રોકાવા અને આતંકી ફંડિગ પર નિયંત્રણ લગાવવા માટે 500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારે લોકોને તક આપી હતી કે તે બંધ થયેલા નોટોને પોતાના બેંક અકાઉન્ટમાં જમા કરાવી શકે છે અથવા એક્સચેન્જ કરી શકે છે.

તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકે ભર્યુ પગલુ

SBN (Specified Bank Notes)ને પાછી લીધા બાદ 500થી 2000 રુપિયાની નવી નોટો જારી કરવામાં આવ્યા. બંધ થયેલી નોટોને એક્સચેન્જ કરવા માટે પોતાના અકાઉન્ટમાં જમા કરાવવા માટે દેશભની બ્રાન્ચોની બહાર ભીડ જોવા મળી હતી. અનેક ઈનપુટના આધાર પર તપાસ એજન્સીઓને ગેરકાયદેસર રુપે નવી નોટોમાં જમાખોરીનો મામલાની પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ રીતે તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકને કહેવામાં આવ્યુ છે કે આવનારા આદેશ સુધી નોટબંધીના સમયના સીસીટીવી રેકોર્ડિંગને નષ્ટ ન કરે.



RBIએ બેંકો માટે જારી કર્યુ સર્ક્યુલર

RBI તરફથી જારી એક સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યું છે કે તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પડેલા અનેક પેન્ડિંગ મામલાને જોતા તમને સલાહ આપવામાં આવી રહી છે કે નેક્સ આદેશ સુધી 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની બ્રાન્ચો અને કરન્સી ચેસ્ટની સીસીટીવી રેકોર્ડિંગ આવનારા આદેશ સુધી સુરક્ષિત રાખે. રિઝર્વ બેંકે ડિસેમ્બર 2016માં બેંકને બેક શાખાઓ અને કરેન્સી ચેસ્ટમાં સંચાલનના સીસીટીવી ફુટેજને સંરક્ષિત કરવા માટે એક આદેશ આ પહેલા પણ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016એ 15. 41 લાખ કરોડ રુપિયા વેલ્યૂના 500 અને 1 હજારની કરેન્સી નોટ પર બેન લગાવી દીધા હતા. જેમાં 15.31 લાખ કરોડ રુપિયા પાછા આવી ગયા હતા.





Source link

No comments:

Post a Comment