વરસાદને લઈને મોટી આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા કરી શકે છે ધમાકેદાર બેટિંગ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ચોમાસુ
17થી 20 જૂન વચ્ચે સાર્વત્રિક વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયાં બાદ ચોમાસુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તો આજેપણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની વકી
રાજ્યમાં આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ તો આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં આગામીમાં 17 જૂનથી 20 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે.
મદાવાદમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદમાં પહેલા વરસાદથી જ ઠેર-ઠેર પાણી ભરાયા છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. એક કલાકના વરસાદમા પુર્વના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીને કારણે બેટમાં ફેરવાયું હતું. તો ખોખરા ગુજરાત હાઉસિંગના માર્ગ પર પણ પાણીમાં ગરકાવ થયું હતું. આ સાથે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે સવારની વાત કરવામાં આવે તો
ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળી શકે છે રાહત
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારથી શહેર સહિત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ
આ તરફ 16 થી 18 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.
Source link
No comments:
Post a Comment