Search This Website

Sunday, June 13, 2021

દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ જલ્દી કોરોનાની વેક્સિન પહોંચાડશે સરકાર, જાણો શું છે ખાસ પ્લાન




દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ જલ્દી કોરોનાની વેક્સિન પહોંચાડશે સરકાર, જાણો શું છે ખાસ પ્લાન





દેશના અંતરિયાળ વિસ્તારોને પણ જલ્દી મળશે વેક્સિન


વેક્સિન પહોંચાડવા માટે આ છે સરકારનો પ્લાન


દુર્ગમ રસ્તાના કારણે લેવાશે ડ્રોનની મદદ





દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે આ સમયે દેશમાં મોટા પાયે વેક્સીનેશનનું અભિયાન પણ ચાલી રહ્યું છે. આ વેક્સીનેશન અભિયાનને સરકાર હવે અંતરિયાળના વિસ્તારો સુધી સરળતાથી પહોંચાડવાની યોજના પર કામ કરી રહી છે. આ અભિયાનનને સરકાર હવે અંતરિયાળ વિસ્તારો સુધી સરળતાથી પહોંચાડવાની યોજના પર પણ કામ કરી રહી છે. તેના આધારે હવે સરકાર દેશના એ વિસ્તારોમાં ડ્રોનની મદદથી વેક્સિનને પહોંચાડવાની તૈયારી કરી રહી છે. અહીના દુર્ગમ રસ્તાના કારણએ અહીં પહોંચવું મુશ્કેલ છે. આઈઆઈટી કાનપુરની તરફથી કરાયેલા એક શોધમાં આ શક્ય બનાવાયું છે.



આ કંપની દેશમાં સરકાર માટે વેક્સિન ખરીદવાનું કામ કરે છે

હાલના સમયમાં દેશમાં સરકારને માટે કોરોના વેક્સિન ખરીદવાનું કામ સરકારી કંપની એચએલએલ લાઈફ કેર કરી રહી છે. તેની સહાયક કંપની એચએલએલ ઇન્ફ્રા ટેક સર્વિસિસ લિમિટેડે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્તની તરફથી દેશના દુર્ગમ વિસ્તારોમાં કોરાના વેક્સિન પહોંચાડવા માટે 11 જૂને રજૂઆત કરી હતી. ફક્ત તેલંગાણા જ ડ્રોનની મદદથી કોરોના વેક્સિન પહોંચાડવાના આઈડિયા પર કામ કરી રહ્યું હતું.

કયા પ્રકારના ડ્રોનનો કરાશે ઉપયોગ




દુર્ગમ વિસ્તારોમાં કોરોના વેક્સિન પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાનારા ડ્રોનને લઈને આઈસીએમઆર પણ રિસર્ચ કરી ચૂક્યું છે. આ માટે આ કામ માટે તેઓ એ ડ્રોનનો ઉપયોગ કરશે જે 35 કિમી સુધી જઈ શકે છે. સાથે 100 મીટરની ઉંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. આ સાથે એ વાતનો ઉલ્લેખ પણ કરાયો છે કે આઈસીએમઆરએ કાનપુરની સાથે મળીને એક શોધ કરી છે જેમાં જાણ્યું છે કે શું ડ્રોનની મદદથી દેશના દુર્ગમ વિસ્તારોમાં કોરોનાની વેક્સિન પહોંચાડી શકાય છે. આઈસીએમઆર આ પરીક્ષણમાં સફળ રહ્યું છે. પ્રોટોકોલના આધારે આ માટેના ડ્રોનના મોડલ પર પણ કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ ડ્રોન આકાશમાં સીધા ઉડાન ભરનારા અને 4 કિલોગ્રામ સામાન લઈ જવાની ક્ષમતા વાળા હશે. આ સાથે તે વેક્સિનને નક્કી સેન્ટર પર પહોંચાડીને સ્ટેશન પર કે કેન્દ્ર સુધી પરત આવવામાં પણ સક્ષમ હશે. ડ્રોનની ટેક ઓફ અને લેન્ડિંગ ડીજીસીએની ગાઈડલાઈન પર આધારિત હશે. તેમાં પેરાશૂટ આધારિત ડિલિવરી સિસ્ટમ હશે નહીં.







Source link

No comments:

Post a Comment