ગુજરાતમાં બીજી લહેર ખતમ થવાના આરે, જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા
posted on at
- ગુજરાતમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
- ગત 24 કલાકમાં કોરોનાના 1,207 નવા કેસ
- 17 લોકોના સંક્રમણના કારણે થયાં મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,207 નવા કેસ નોંધાયા છે, તો 17 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,890 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 3,018 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,78,976 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 429 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 24,404 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,76,39,673 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,76,39,673 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,75,359 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 191 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 80 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 57 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 104 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 57 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….
No comments:
Post a Comment