કેન્દ્રનો નિર્ણય / હવે આ મોટી બૅન્ક સહિત વધુ ત્રણ સરકારી બેન્કોનું ખાનગીકરણ થશે, જાણો કઈ-કઈ
કેન્દ્રનો નિર્ણય / હવે આ મોટી બૅન્ક સહિત વધુ ત્રણ સરકારી બેન્કોનું ખાનગીકરણ થશે, જાણો કઈ-કઈ
કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડીયાનું ખાનગીકરણ કરવાનો તખતો તૈયાર કર્યો છે.
નીતિ આયોગે 3 સરકારી બેન્કોના નામ સરકારને સોંપ્યાં
Central Bank, IOB, BoI નું ખાનગીકરણ થશે
કેન્દ્ર સરકારે બજેટમાં આ બેન્કોના ખાનગીકરણની કરી હતી જાહેરાત
સરકારે બેન્કોની પસંદગીનું કામ નીતિ આયોગને સોંપ્યું હતું
બેન્ક ખાનગીકરણ અંગે મોટી ખબર આવી છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમા રજૂ કરેલા બજેટમાં બે સરકારી બેન્કોના ખાનગીકરણની જાહેરાત કરી હતી તેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેન્કનો સમાવેશ થતો હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે તેમાં બેન્ક ઓફ ઈન્ડીયાને પણ સામેલ કરી છે.
નીતિ આયોગે કેન્દ્ર સરકારે આ ત્રણ બેન્કોના નામોની યાદી સોંપી દીધી છે.
કઈ બેન્કની કેટલી હિસ્સેદારી
શેર પ્રાઈસને આધારે જોવા જઈએ તો સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડીયન ઓવરસિઝ બેન્કની માર્કેટ વેલ્યુ 44,000 કરોડની છે જેમાં ઈન્ડીયન ઓવરસિઝ બેન્કની માર્કેટ વેલ્યુ 31,641 કરોડ રુપિયા છે.
એક વીમા કંપનીનું પણ નામ
બજેટમાં એક વીમા કંપનીના પણ ખાનગીકરણની વાત કરવામાં આવી હતી. નીતિ આયોગને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે અને એક વીમા કંપનીના નામની પસંદગી કરવાનું કામ સોંપાયું હતું. નાણાકીય વર્ષ 2021-22 ના બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડીયન ઓવરસિઝ બેન્કનું નામ લિસ્ટમાં સૌથી ઉપર છે.
આ 6 બેન્કો પર સરકારની નજર
સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાનોમાં 1.75 લાખ કરોડ ભેગા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જાહેર ક્ષેત્રની બે બેન્કો અને એક સાધારણ વીમા કંપનીનું ખાનગીકરણ કરવું સરકારના આ લક્ષ્યનો હિસ્સો છે. ખાનગીકરણ માટે નીતિ આયોગની નજર એવી 6 બેન્કો પર છે જે મર્જરમાં સામેલ નથી તેમાં બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસિઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્ક તથા યુકો બેન્ક સામેલ છે.
Source : Vtv ન્યૂઝ
No comments:
Post a Comment