Search This Website

Wednesday, June 9, 2021

આગાહી / જળબંબાકાર માટે થઈ જાઓ તૈયાર : ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી



આગાહી / જળબંબાકાર માટે થઈ જાઓ તૈયાર : ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી






આજે મુંબઈમાં પહેલો વરસાદ થયો જ્યાં પહેલા જ વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે.


ગુજરાતમાં રહેશે પ્રિ-મોન્સૂન એક્ટીવીટીની અસર
આજથી 12 જુન સુધી વરસાદી માહોલની શકયતા
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ



દક્ષિણ ભારતમાં હવે ચોમાસાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને મોન્સૂન અત્યારે મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.



વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
કેરળથી ભારતમાં પ્રવેશેલું મોન્સૂન હવે મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. આજે મુંબઈમાં પહેલો વરસાદ થયો જ્યાં પહેલા જ વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે ગુજરાતમાં સામાન્ય કરતાં એક દિવસ વહેલા જ ચોમાસું આવે એવી સંભાવના છે.



11 અને 12 જૂને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદનું આગમન
હવામાન ખાતાની આગાહી અનુસાર 11 અને 12 જૂને વરસાદનું આગમન દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. આગામી બે દિવસ સુધી મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી છે જે બાદ વરસાદ ગુજરાતમાં પ્રવેશ કરશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે તેની અસર ગુજરાત પર પડી શકે છે.



આજથી 12 જુન સુધી વરસાદી માહોલની શકયતા


ગુજરાતના દક્ષિણ ભાગમાં આજથી જ વરસાદી માહોલ જામી શકે છે. આજથી 12 જૂન સુધી વરસાદ પાડવાની શક્યતા છે જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચમાં 11 અને 12 જૂને મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

No comments:

Post a Comment