Search This Website

Wednesday, June 9, 2021

આખી દુનિયાના કોરોના વાયરસને ભેગો કરી દઈએ તો કેટલું થાય વજન? થયો એવો ખુલાસો કે ચોંકી જશો




આખી દુનિયાના કોરોના વાયરસને ભેગો કરી દઈએ તો કેટલું થાય વજન? થયો એવો ખુલાસો કે ચોંકી જશોઆખી દુનિયાના કોરોના વાયરસને ભેગો કરી દઈએ તો કેટલું થાય વજન?




રિસર્ચમાં થયો એવો ખુલાસો કે ચોંકી જશો



એક સફરજનથી લઈને નવજાત શિશુ જેટલા વજનનો હોઈ શકે છે કોરોના વાયરસ





2019ના અંતથી લઈને આજ સુધી એટલે કે દોઢ વર્ષ સુધીમાં કોરોના વાયરસે દુનિયાના અનેક ભાગને પ્રભાવિત કર્યા છે. ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં કોરોના વાયરસ પહોંચ્યો નહીં હોય. પણ શું તમે વિચાર્યું છે કે આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસને એક જગ્યાએ ભેગો કરી લેવાય તો તેનું વજન કેટલું હશે. સવાલનો જવાબ શોધવા એક રિસર્ચ કરાયું છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.



એક સફરજનથી લઈને નવજાત શિશુ જેટલા વજનનો હોઈ શકે છે કોરોના વાયરસ

લાઈવ સાયન્સ વેબસાઈટના આધારે આ સ્ટડી 3 જૂન 2021ના રોજ પ્રોસિડિંગ્સ ઓફ દ નેશનલ એકેડમી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે. તેના આધારે દુનિયાના માણસોમાં ફેલાયેલા કોરોના વાયરસનું વજન એક સફરજનથી લઈને નવજાત શિશુ જેટલા વજનની બરોબર હોઈ શકે છે. શોધકર્તાઓનું માનવું છે કે એક સંક્રમિત વ્યક્તિના અંદર સંક્રમણના ઉચ્ચ સ્તર પર 10 બિલિયનથી લઈને 100 બિલિયન સુધી સાર્સ કોર્વ-2 ના કણ હોઈ શકે છે. કોરોના વાયરસના પીક પર એક સમય અંતરાલ સુધી દુનિયાભરમાં લગભગ 10 લાખથી લઈને 1 કરોડ સંક્રમિત લોકો હોઈ શકે છે. બંને આંકડાના આધારે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો ચછે કે આ દરેક લોકોમાં રહેલો કોરોના વાયરસનું કુલ વજન મહામારીના ઉચ્ચતમ શિખર પર 0.1 કિલોગ્રામથી લઈને 10 કિલોગ્રામ સુધી હોઈ શકે છે.



કેવી રીતે કરાયો છે સ્ટડી

ઈઝરાયલની વીજમૈન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાન્ટ એન્ડ એનવાયરમેન્ટલ સાયન્સના પ્રોફેસર અને અધ્યયનના મુખ્ય લેખક રૉન મિલોના અનુસાર આ સ્ટડીને કરવા માટે પહેલાથી મળી રહેલા આંકડાનો ઉપયોગ કરાયો છે. આ આંકડા સંક્રમિત વાંદરા (Rhesus Monkeys)માં સંક્રમણના ઉચ્ચતમ સ્તરના સમયે તેમના અલગ અલગ ટિશ્યૂમાં રહેલા SARS-CoV-2 કણને વિશે હતો. આ આંકડા કાઢવા માટે સ્ટડીમાં સંક્રમિત વાંદરાના એ શારીરિક ભાગને ટિશ્યૂના નમૂના લેવાયા જેને કોરોના વાયરસે પ્રભાવિત કર્યા હતા. જેમકે ફેફસા, ટોન્સિલ્સ, લિંફ નોડ્સ અને પાચન તંત્ર.

1 સંક્રમિત વ્યક્તિમાં કોરોના વાયરસનું વજન

આ પછી વાંદરામાં ટિશ્યૂમાં પ્રતિ ગ્રામ રહેલા વાયરસના કણોને વ્યક્તિ ટિશ્યૂના માસથી ગણવામાં આવે છે અને પરિણામ મેળવાય છે. પહેલાની ગણતરીથી પહેલા જ કોરોના વાયરસના ડાયામીટરને જાણી શકાય છે. તેના આધઆરે વાયરસના પ્રત્યેક કણના માસ લગભગ 1femtogram છે. કોરોના વાયરસના વ્યાસ અને સંક્રમિત વ્યક્તિમાં સંક્રમણનું ઉચ્ચ સ્તર સમયે હાજર વાયરસના કણની સંખ્યાને એકમેક સાથે મિક્સ કરીને જાણવામાં આવ્યું છે કે 1 સંક્રમિત વ્યક્તિમાં 1 માઈક્રોગ્રામથી લઈને 10 માઈક્રોગ્રામ સુધીનો કોરોના વાયરસ હોઈ શકે છે. શોધકર્તાના અનુસાર કોઈ સંક્રમિત વ્યક્તિ તે દુનિયાભરના કુલ સંક્રમિત વ્યક્તિમાં કોરોના વાયરસના કણનો ભાર સંક્રમણની ગંભીરતા અને સ્તર પર નિર્ભર કરે છે.







Source link

No comments:

Post a Comment