Search This Website

Sunday, June 13, 2021

વિશ્વની સૌથી રહસ્યમય ખીણ, જ્યાંથી આજ સુધી કોઈ પાછુ આવી શક્યું નથી, જાણો આ રહસ્યમય ખીણ વિશે....


વિશ્વની સૌથી રહસ્યમય ખીણ, જ્યાંથી આજ સુધી કોઈ પાછુ આવી શક્યું નથી, જાણો આ રહસ્યમય ખીણ વિશે....



દુનિયામાં અજબ-ગજબ અનેક રહસ્યો છે જેમના રહસ્ય આજ સુધી ઉકેલાયા નથી.આવા રહસ્યો વિજ્ઞાન માટે પણ એક પડકાર બની રહ્યો છે.જયારે દુનિયાના ખૂણામાંથી આવતો અનેક રહસ્યોથી ભરેલા અજીબોગરીબ સ્થાનો આપણી સામે આવતા જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં આજે અમે તમને આવા જ એક રહસ્યમય સ્થળ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.જે આજે પણ કોઈ જાણતું નથી.



વિશ્વની સૌથી રહસ્યમય ખીણ


તમને જણાવી દઈએ કે ખરેખર આ સ્થાન એક રહસ્યમય ખીણ છે, જેના વિશે એવું કહેવામાં આવે છે આજ સુધી કોઈ તેને શોધી શક્યું નથી.એક અહેવાલ અનુસાર એવું માનવામાં આવે છે કે આ ખીણ અરુણાચલ પ્રદેશ અને તિબેટની વચ્ચે ક્યાંક સ્થિત આવેલી છે.જયારે આ સ્થાનને"શગ્રી- લા વેલી" તરીકે ઓળખવામાં આવે છે.


શાગ્રી લા વાતાવરણના એટલે કે સમયના ચોથા પરિણામ એટલે કે સમયથી પ્રભાવિત સ્થાનોમાં ગણવામાં આવે છે.તમને જણાવી દઈએ કે અરુણ શર્માના પુસ્તક "ધ મિસ્ટ્રીઅસ વેલી ઓફ તિબેટ" માં શાગ્રી-લાનો ઉલ્લેખ જોવા મળ્યો છે.તેમના કહેવા મુજબ એક લામાએ તેમને કહ્યું કે શાગ્રી-લા ખીણમાં સમયનો પ્રભાવ નજીવો છે અને ત્યાં મન,જીવન અને વિચારની શક્તિ અમુક હદ સુધી વધી શકે છે.






આ સ્થાન વિશે એવી માન્યતા પણ છે કે જો કોઈ વ્યક્તિ ત્યાં જાય છે તો તે પાછો નથી આવતો.યુત્સુંગના જણાવ્યા મુજબ તે પોતે આ રહસ્યમય ખીણમાં ગયો છે.તેમને કહેવા મુજબ ત્યાં ન તો સૂર્યપ્રકાશ હતો કે ન તો ચંદ્ર,પરંતુ હજી પણ એક રહસ્યમય પ્રકાશ ત્યાં ચારે બાજુ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ સ્થાનને ઘણા લોકો પૃથ્વીના આધ્યાત્મિક નિયંત્રણ કેંદ્ર તરીકે પણ ઓળખે છે.આ સિવાય તેને સિધશ્રમ પણ કહેવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે આ રહસ્યમય સ્થાનનો ઉલ્લેખ મહાભારતથી વાલ્મિકી રામાયણ અને વેદો સુધી કરવામાં આવ્યો છે.




જયારે એવું પણ કહેવામાં આવે છે કે વિશ્વના ઘણા લોકોએ " શાગ્રી-લા વેલી "નું રહસ્ય શોધવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ તે પણ અદ્રશ્ય થઈ ગયા છે.સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે અહી ગયેલો વ્યક્તિ પછી આવતો નથી.જયારે આનું રહસ્ય આજે પણ રહસ્ય બનેલું જોવા મળી રહ્યું છે.

No comments:

Post a Comment