બીજી લહેર ગઈ એવું ન માનતા : ભારતમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધુ મોતથી
હડકંપ, આંકડો હચમચાવી દેશે
24 કલાકમાં 94,052 લોકો સંક્રમિત
24માં રેકોર્ડ બ્રેક 6148 લોકોના મોત થયા
અત્યાર સુધીમાં કુલ 3,59,676 લોકોના મોત થયા
24 કલાકમાં 94,052 લોકો સંક્રમિત
હકિકતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 24 કલાકમાં સામે આવેલા તમામ આંકડાને જારી કરી દેવાયા છે. નવી જાણકારી મુજબ ગત 24 કલાકમાં 94,052 લોકો સંક્રમિત થયા છે. જ્યારે કોરોનાથી ગત 24માં રેકોર્ડ બ્રેક 6148 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ફેલાવા બાદ એક દિવસમાં સામે આવેલા નવા મોતના આંકડામાં આ સૌથી વધારે છે.

અત્યાર સુધીમાં કુલ 3,59,676 લોકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે દેશમાં વર્તમાનમાં કોરોનાના કુલ 11,67,952 એક્ટિવ મામલા છે. ત્યારે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3,59,676 લોકોના મોત થયા છે. ત્યારે ગત 24 કલાકમાં 1,51,367 સાજા થયા છે. તે સાથે અત્યાર સુધી કુલ 2,91,83,121 લોકો સાજા થયા છે અને 23,90,58,360 લોકો રસી લઈ ચૂક્યા છે.
કોરોના કર્ફ્યૂ તથા લોકડાઉનમાંથી લોકોને રાહત આપવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા છે તેવામાં એક તરફ જ્યાં બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ત્યારે મરનારાની સંખ્યામાં વૃદ્ધિ ભારે ચિંતાજનક છે . જોકે અનેક રાજ્યોમાં સંક્રમણના મામલામાં હવે ઘટાડો નોંધાવા લાગ્યો છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા કોરોના કર્ફ્યૂ તથા લોકડાઉનમાંથી લોકોને રાહત આપવામાં આવી રહી છે.
Source link
No comments:
Post a Comment