Search This Website

Saturday, June 26, 2021

રાજયની શાળાઓમાં વ્યાયમ શિક્ષકોને મૂળ જગ્યા પર પરત આવવાની તક મળી




રાજયની શાળાઓમાં વ્યાયમ શિક્ષકોને મૂળ જગ્યા પર પરત આવવાની તક મળી









ગાંધીનગર: રાજયના જુદા જુદા જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી વ્યાયમ શિક્ષકોની જગ્યા પર ફાજલ થયેલા શિક્ષકોને નિમણૂંક આપવા માટે 29 જુનના રોજ ગાંધીનગર ખાતે કેમ્પ યોજાશે. આ, માટે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર કરી વ્યાયામ શિક્ષકોને કેમ્પમાં હાજર રહેવા માટે સુચના અપાઈ છે. આ સૂચનાથી રાજ્યની સ્કૂલોમાં ગ્રંથપાલ અને ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફાજલ વ્યાયામ શિક્ષકોને ફરી વ્યાયામ શિક્ષક બનવાની તક મળશે.




રાજયની શાળાઓમાં ગ્રંથપાલ તથા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફાજલ વ્યાયામ શિક્ષકોને રાજ્યના અન્ય જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ખાલી જગ્યા પર સમાવવા ફાજલ વ્યાયામ શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી હતી. ઉપરાંત કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ફાજલ વ્યાયામ શિક્ષકો નિયમાનુસાર નિમણુંક પામેલા છે તે બાબતોના પ્રમાણપત્રો મગાવવામાં આવ્યા હતા. જેથી રાજ્યની વિવિધ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ દ્વારા તે વિગતો કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ મોકલી દેવામાં આવી હતી.

રાજયની વિવિધ ડીઈઓ કચેરી દ્વારા મોકલવામાં આવેલી વિગતોને ધ્યાને લઈ શિક્ષણ વિભાગની જોગવાઈઓ અનુસાર અન્ય જિલ્લામાં સમાવવા માટે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ કામગીરીનો ઓપન કેમ્પ દ્વારા રાખવામાં આવ્યો છે. જેથી જે તે જિલ્લાના ગ્રંથપાલ અને ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફાજલ વ્યાયામ શિક્ષકોને કેમ્પમાં મોકલવા માટે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા પત્ર લખી સુચના અપાઈ છે. 29 જુનના રોજ ગાંધીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે આ કેમ્પ સવારે 11 વાગ્યે યોજાશે. જેમાં જિલ્લામાં કામગીરી સંભાળતા શિક્ષણ નિરીક્ષકને પણ ફાજલ વ્યાયામ શિક્ષકોની તમામ વિગતો સાથે કેમ્પમાં હાજર રહેવા માટે જણાવાયું છે.


















No comments:

Post a Comment