Search This Website

Wednesday, June 30, 2021

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી

 

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી


પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી આપી દેવાઈ છે.




બુધવારે પીએમની આગેવાનીમાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક
ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી અપાઈ
નેટ યોજનાામાં દરેક ગામને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે


બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે કેબિનેટના નિર્ણયોની માહિતી આપી.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કેન્દ્રિય કેબિનેટે 19 હજાર કરોડના ભારત નેટ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દરેક ગામમાં બ્રોડબેન્ડ સિસ્ટમ પહોંચાડવાનું કામ શરુ કરશે.


19 હજાર કરોડના ખર્ચવાળી ભારત નેટ યોજના શરુ કરાઈ

દેશના 16 રાજ્યોમાં ભારત નેટ પીપીપી મોડલ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. કુલ પ્રોજેક્ટ 29 હજાર કરોડનો છે જ્યારે ભારત સરકાર 19 હજાર કરોડનો હિસ્સો છે. 3 લાખ કરતા પણ વધારે ગામડાઓને બ્રોડબેન્ડની જોડવામાં આવશે. આ પેકેજમાં કુલ 9 પેકેજ આવશે, એક પ્લેયરને વધારેમાં વધારે 4 પેકેજ આપવામાં આવશે.

પાવર સેક્ટર માટે થઈ આ જાહેરાત
વીજળી ક્ષેત્રમાં પણ સુધારા અંગે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો વતી પ્લાન માંગવામાં આવશે અને કેન્દ્ર સરકાર પૈસાની ફાળવણી કરશે. તે ઉપરાંત મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમ પણ લાગુ કરાવની સરકારની તૈયારી છે.

સોલર સિસ્ટમને પણ મજબૂત કરવાનો પ્લાન છે. જુની એચટી-એલટી લાઈન્સને બદલી નાખવામાં આવશે જેથી કરીને 24 કલાક વીજળી મળી રહે. સાથે ગરીબો માટે દરરોજના ધોરણે રિચાર્જ સિસ્ટમ પણ લાવવામાં આવશે.

No comments:

Post a Comment