Search This Website

Friday, June 11, 2021

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા? જુઓ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું ?




ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા? જુઓ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું ?





રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન


‘બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે’ : મંદિરના મંહત દિલિપદાસજી


જળયાત્રા કોવિડની ગાઈડલાઈન અનુસાર નીકળશે :પ્રદિપસિંહ જાડેજા



વર્ષોથી યોજાતી રથયાત્રા આ વખતે યોજાશે કે નહીં તેને લઈને મુંજવણ જોવા મળી રહી છે હજુ પણ કોરોના કાળ ચાલી રહ્યો છે અને હુજુ પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વર્તાઈ રહી છે જોકે કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

રથયાત્રા પૂર્વની તૈયારીઓ શરૂ કરાઈ

કોરોના કાળમાં રથયાત્રા યોજવી કે નહી તે અંગે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરતું રથયાત્રા પૂર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને રથયાત્રાને લઈને મંદિરના મંહત દિલિપદાસજી સાથે મહત્વની બેઠક યોજી હતી.

હજુ પણ રાજ્ય પરથી ખતરો ઓછો થયો નથી

આગામી સમયમાં રથયાત્રા યોજવી કે નહીં તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી પરતું રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આગામી સમયમાં કોરોના સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય કરાશે હાલ કોરોના સંક્રમણ ઓછું થતા રાજ્યના તમામ મંદિરો ખુલ્લા કરી દેવામા આવ્યા છે પરતું હજુ પણ રાજ્ય પરથી ખતરો ઓછો થયો નથી. હજુ પણ હજારોની સંખ્યમાં રાજ્યમાં કોરોના કેસ એક્ટિવ છે.

રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન

દર વર્ષે અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા મુદ્દે આ વર્ષે પણ અસમંજસ છે ગયા વર્ષે પણ કોરોના સંક્રમણને લીધે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરી હતી ત્યારે આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી રથયાત્રાનો નિર્ણય લેવાશે તેમજ જળયાત્રા પણ કોવિડ ગાઈડલાઈન મુજબ નીકળશે જો કે રથયાત્રાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરાયો નથી તો રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આ મુદ્દે કહ્યું હતું કે, બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે.

જળયાત્રા કોવિડની ગાઈડલાઈન અનુસાર નીકળશે

ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વ જળયાત્રા નીકળતી હોય છે તેને લઈને પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જળયાત્રા કોવિડની ગાઈડલાઈન અનુસાર નીકળશે મહત્વનું છે કે રાજ્ય સરકાર પણ કોરોનાની સમિક્ષા બાદ નિર્ણય લેશે જ્યારે મંદિરના મંહત દિલિપદાસજીએ જણાવ્યું હતું કે બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે, હાલ કોરોના કેસ ઘટી રહ્યા છે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે આગામી સમયમાં પણ કોરોના સંક્રમણ ઘટે.

24 જૂને જળયાત્રા અંગેનો નિર્ણય પણ નથી લેવાયો

મહત્વનું છે કે 24 જૂને જળયાત્રા યોજાનાર છે તે અંગે પણ હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે કોરોના મહામારીમાં રથયાત્રા યોજાશે કે નહી તે પણ સવાલ લોકોને મુજવી રહ્યો છે સરકારના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કોરોના સ્થિતિની સમીક્ષા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે જેને લઈને પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હાલ તો કોરોનાની સ્થિતિમાં થોડા ઘણા અંશે સુધારો જોવા મળી રહ્યો છે પરતું કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ સેવાઈ રહી છે.

કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ

આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈ અંસમંજસ જોવા મળી રહ્યું છે ગયા વર્ષે મહામારીને કારણે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ હતી..રથયાત્રા કાઢવા મામલે છેલ્લે સુધી સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ બાદમાં હાઇકોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાઈ હતી છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રા નિકળશે કે નહિ એ કહી શકાય નહી તેને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યું છે.







Source link




No comments:

Post a Comment