ચાલુ વર્ષે ગુજરાતના આ વિસ્તારમાં ચોમાસું સારું જોવા મળી શકે તેવી આગાહી, ઘણા વિસ્તારોમાં જળબંબાકારની શકયતાઓ.
gujarat monsoon 2021
કાળજાળ ગરમી પછી હવે છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં સતત બદલા જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ દેશમાં ચોમાસાનું આગમન પણ થઇ ગયું છે.આવી સ્થિતિમાં જો ગુજરાત જેવા રાજ્યની વાત કરવામાં આવે તો હાલમાં આ રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડતો જોવા મળ્યો છે.આ જોઇને એવું લાગી રહ્યું છે કે ચોમાસાની હવે ટૂંક સમયમાં પધરામણી થઇ શકે છે.
હવામાન વિભાગ મુજબ આવતા અઠવાડિયે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઇ જવાની શકયતાઓ વ્યક્ત કરી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની પણ આગાહી કરી છે.જયારે આ ખેડૂતો માટે એક સારા સમાચાર પણ કહી શકાય છે.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવું પણ જણાવ્યું છે.
દરેક વ્યક્તિ જાણે છે કે સતત બે વર્ષ સુધી સરેરાશ 100 ટકા કરતાં વધુ વરસાદ થતાં પાણીની સમસ્યાઓ ઘણી ઓછી જોવા મળી હતી.જયારે આ વર્ષે પણ સારો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ અનુમાન લગાવી રહ્યું છે.આ વર્ષે પણ 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.જેથી ઘણા વિસ્તારો જળબંબકાર પણ થઇ શકે છે.
અહેવાલો મુજબ જોવામાં આવે તો 2019 અને 2020 માં મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ પડી ગયો હતો.આટલું જ નહિ પરંતુ વધારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ હતી.પરંતુ હવે રાજ્યમાં પણ આગામી દિવસોમાં ચોમાસાનો પ્રારંભ થઇ જશે એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે મન મૂકીને મેઘરાજા વરસશે,આટલું જ નહિ પરંતુ રાજ્યના ઘણા વિસ્તારો પાણી પાણી પણ થઇ શકે છે.જયારે આ વર્ષે સારો વરસાદ થઇ શકે છે,જેથી ખેડૂતો પણ પોતાના વાવેતરમાં સારો એવો વધારો કરી શકે છે.આ વર્ષ ખેડૂતો માટે ઘણું સારું રહી શકે છે.તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.
સામાન્ય રીતે જોવામાં આવે તો સળંગ બે વર્ષ સુધી 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થવાના લીધે આ વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાઓ ઘણા ઓછા વિસ્તારોમાં ઘણી ઓછી જોવા મળી હતી.જયારે અંતરિયાળ વિસ્તારોમાં પણ આ વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા સામે આવી ન હતી.અ વર્ષે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદના પાણીથી જળબંબાકાર થતા જોવા મળશે.
No comments:
Post a Comment