આખરે કૉફીથી લઈને રમકડાં સુધીની વસ્તુઓના કેમ વધી રહ્યાં છે ભાવ, કારણ છે ચોંકાવનારું
હાલ દરેક વસ્તુઓના ભાવમાં થઈ રહ્યો છે વધારો
આ કારણે વધી રહ્યા છે વસ્તુઓના ભાવ
કન્ટેનરનું ભાડુ 547% સુધી વધારી દેવામાં આવ્યું
કોફીથી લઈને રમકડાંઓ સુધી દરેક વસ્તુઓ હાલ દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તેનું કારણ પાછલા થોડા દિવસોથી દુનિયાભરમાં શોપિંગ ગુડ્સની કિંમતમાં વધારો છે. તેના કારણે વિદેશથી આવતા એટલે કે આયાત કરવામાં આવતા સામાનોની કિંમત વધી ગઈ છે. દુનિયામાં સૌથી સસ્તુ ટ્રાંસપોર્ટેશન દરિયાઈ માર્ગે થાય છે. માટે 80 ટકા ગુડ્સ ટ્રાન્સપોર્ટ પાણીના માધ્યમથી કરવામાં આવે છે. તેના માટે ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેનરનું ભાડુ 547% સુધી વધારી દેવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર કંપનીએ જણાવ્યું કે ચીનના શંઘાઈથી રોટરડમ માટે 40 ફૂટના એક કન્ટેનરનું ભાડુ 10,522 ડોલરે પહોંચી ચુક્યું છે.
રમકડાંઓની કિંમત લગભગ 2 ગણી થઈ શકે છે
રમકડાં, ફર્નિચર અને ઓટો પાર્ટ્સથી લઈને કોફી-ખાંડ જેવી વસ્તુઓના ભાવ પર પણ ખૂબ અસર પડવાની આશંકા છે. જેના કારણે દુનિયાના ઘણા દેશોમાં પહેલાથી જ મોંઘવારીના કારણે ઝઝૂમી રહેલા લોકોના ખિસ્સા પર વધારે ભાર પડી શકે છે. બ્રિટનમાં એક રમકડાંની દુકાનથી સંસ્થાપકે કહ્યું કે પાછલા 40 વર્ષમાં ટોય રિટેલિંગ વ્યાપારમાં તેમણે આવી પડકારજનક પરિસ્થિતિ ક્યારેય નથી જોઈ. કિંમત વધાવા માટે એટલું પ્રેશર થઈ રહ્યું છે કે રમકડાંની કિંમત લગભગ 2 ઘણી થઈ શકે છે. તેના કારણે વેચાણ પર પણ અસર પડે છે.
કોરોનાની બીજી લહેરના કારણે સ્થિતિ વધારે બગડી
શિપિંગ કન્ટેનરનું ભાડુ વધવાનું કારણ છે દુનિયાભરમાં માંગની તેજી. તેની સાથે જ શિપિંગ કન્ટેનરની શોર્ટેઝ, પોર્ટ્સની ખરાબ સ્થિતિ અને જહાજ અને ડોક પર કામ કરનાર કારીગરોની સંખ્યામાં કમી છે. આ કારણે સામાન ઉઠાવતા જહાજની સ્પીડ પર અસર પડી રહ્યો છે. એેશિયાઈ દેશોમાં હાલમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરના કારણે આ સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.
કન્ટેનર શિપિંગ કોસ્ટમાં 205 ટકાનો વધારો
એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસીનું અનુમાન છે કે ગયા વર્ષની તુલનામાં શિપિંગ કોસ્ટમાં 205 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. તેના કારણે સામાનની કિંમતો પર અસર પડી શકે છે. મહત્વનું છે કે શિપિંગ ચાર્જને વધારે ગંભિરતાથી નથી લેવામાં આવતું કારણ કે કોઈ પણ સામાનને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં નાની ભાગીદારી હોય છે.
Source link
No comments:
Post a Comment