અમદાવાદની કઇ ચાર શાળાઓની વાલીઓ માટે શું છે ઓફર? જાણો.
ગાંધીનગર: કોરોનાના કપરાકાળ બાદ સંભવિત ત્રીજી લહેરને ડામી દેવા માટે સરકાર તરફથી વેકિસનેસનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદની ઉદગમ, ઝેબર, સેટેલાઈટ સ્કુલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એમ ચાર સ્કૂલોએ 31 ઓક્ટોબર, 2021 કે તેના પગેલા વેક્સિનના બંને ડોઝ લેનારા વાલીઓને વાર્ષિક ફીમાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લઇને સામાજિક દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કર્યો છે.
ચારેય સ્કૂલના મળી કુલ 238 ક્લાસના 19 હજારથી વધુ વાલીઓના રસીકરણને આવરી લેવા માટે આ અભિયાન શરૂ કરાયું છે. દરેક ક્લાસમાં બાળકોના માતા-પિતા બંનેએ ફીમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે વેક્સિન લીધાનું સર્ટિફીકેટ આપવાનું રહેશે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન 116, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન 63, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન 39 અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન 20 વર્ગો ધરાવે છે. આ પહેલ સાથે આ ચારેય સ્કૂલ્સની રૂ. બેથી સાડા ત્રણ કરોડની ફી રાહત આપવાની યોજના હોવાનું જાણવા મળે છે.
સમગ્ર દેશ હાલ કોવિડ-19ની બીજી લહેરમાં બચવા માટે સંઘર્ષ કર્યો હતો. અને સંભવિત ત્રીજી લહેરથી નાગરિકોને બચાવવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. મોટાપાયે રસીકરણને પ્રોત્સાહન આપવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદની સીબીએસઈ સ્કૂલ્સ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન તેમની બંને પ્રી-સ્કૂલ્સ સાથે એક અનોખી પહેલ આદરી છે, જેથી કોરોના મહામારીની ત્રીજી લહેરને ટાળવા માટે વાલીઓને રસીના બંને ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય. 31 ઓક્ટોબર, 2021 કે તે પહેલાં રસીના બંને ડોઝ લેનાર તમામ વાલીઓને આ સ્કૂલ્સ દ્વારા વાર્ષિક ફીમાં પાંચ ટકાની રાહત આપવામાં આવશે.
No comments:
Post a Comment