કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ શું છે સરકારનો પ્લાન, જાણો કોને સોંપાઈ ગુજરાતની જવાબદારી
ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને તેના માટે 20 વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી
- કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આગોતરી તૈયારી
- ગુજરાત સરકારે આગોતરી તૈયારી પૈકી 20 સચિવોને સોંપી જવાબદારી
- CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
CM રૂપાણીએ કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરને લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ત્રીજી લહેરના આગમન પહેલા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે. મુખ્યમંત્રીએ 20 જેટલા વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી 3 મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી
No comments:
Post a Comment