લોકડાઉન જેવા પ્રતિબંધોમાંથી અનેક રાજ્યોએ આપી છુટ તો કેટલાકે વધારી, જાણો કયા રાજ્યમાં શું ખુલ્યુ
દિલ્હીમાં 7 જૂનથી પ્રતિબંધમાં ઢીલની સાથે લોકડાઉન લાગૂ રહેશે.
મહારાષ્ટ્રમાં 5 તબક્કામાં છુટ અપાશે
ઓડિશામાં 17 જૂન સુધી લોકડાઉન લાગુ
દિલ્હી
દિલ્હીમાં કોરોના 19માં સુધરતી સ્થિતિને ધ્યાનમાં રાખતા સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે લોકડાઉનમાં વધારે છુટ આપવાની જાહેરાત કરતા કહ્યું છે કે સાત જૂનથી દિલ્હી મેટ્રો 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે. બજાર અને મોલ કેટલીક શરતો સાથે ખુલશે. રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ અને પોતાની તૈયારીને ધ્યાનમાં રાખીને 5 સ્તરીય યોજના પર અમલની જાહેરાત કરી છે. સરકારી અને ખાનગી ઓફિસો 50 ટકા કર્મચારીઓની સાથે ફરી ખોલવામાં આવશે.
તમિલનાડુ
સીએમ એમ કે સ્ટાલિને કોરોનાને પહોંચી વળવા લગાવેલા પ્રતિબંધોમાંથી કેટલીક છુટ આપતા રાજ્યમાં લોકડાઉનને એક તરફ સપ્તાહ વધતા 14 જૂન સુધી લંબાવી દીધુ છે. તેમણે જરુરી વસ્તુઓના વેચાણવાળી દુકાનોને ફરી ખોલવા અને સરકારી કાર્યાલયોમાં કામકાજને ફરી શરુ કરવા માટે પરવાનગી આપી છે. આ પહેલા પડોશી રાજ્ય કર્ણાટકે લોકડાઉનને 14 જૂન સુધી વધારવાની જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશ
યુપી સરકારે શનિવારે બરેલી અને બુંલેદશહેર જિલ્લામાં સોમવાર 7 જૂનથી કોરોના કર્ફ્યૂમાં ઢીલ આપવાની જાહેરાત કરી. આ બન્ને જિલ્લામાં કોરોના વધારે છે તે વિસ્તારને છોડીને બાકીના વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દુકાનો અને બજારો ખોલવાની પરવાનગી અઠવાડિયામાં 5 દિવસ રહશે. શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં લોકડાઉન 5 તબક્કે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા તબક્કામાં 5 ટકા ઓછા સંક્રમણ દર અને 25 ટકાથી ઓછા ઓક્સિજન બેડ વાળા શહેર અને જિલ્લાને સંપૂર્ણ રીતે ખોલવાની પરવાનગી છે. બીજા સ્તરમાીં 5 ટકાથી ઓછા સંક્રમણ દર અને 25થી 40 ટકા ઓક્સિજન બેડ પર દર્દી છે. જેમને જરુરી દુકાન અને બીન જરુરી દુકાનો નિયમિત સમય માટે ખોલવા દેવામાં આવશે. ત્રીજા તબક્કામાં જ્યાં સંક્રમણ દર 5થી 10 ટકા છે અને જ્યાં દર્દીના ભરતી થવાના દર કરતા ઓક્સિજન બેડ 40 ટકા વધારે છે. ચોથા સ્તરમાં જ્યાં 10થી 20 ટકા ઓક્સિજન બેડ દાખલ થનારા કરતા 60 ટકા વધારે છે. જ્યાં જરુરી દુકાન સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સાર્વજનિક સ્થાનો ખુલ્લા રહેશે પરંતુ તે વિકએન્ડમાં બંધ રહેશે. 5માં તબક્કામાં જ્યાં સંક્રમણ 20 ટકાથી વધારે છે પણ ઓક્સિજન બેડ 75 ટકા વધારે છે. ત્યાં સાંજે 4 વાગ્યા સુધી માત્ર જરુરી દુકાનો ખુલ્લી રહેશે.
ત્યારે અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ લોકડાઉનની સ્થિતિ
દિલ્હીમાં 7 જૂનથી પ્રતિબંધમાં ઢીલની સાથે લોકડાઉન લાગૂ રહેશે.
હરિયાણામાં પ્રતિબંધમાં ઢીલની સાથે 7 જૂન સુધી લોકડાઉન
પંજાબમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
ઉત્તર પ્રદેશમાં 67 જિલ્લામાં પ્રતિબંધોમાં ઢીલ આપી. રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન જારી
બિહારમાં 8 જૂન સુધી લોકડાઉન વધારાયુ
ઝારખંડમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
ઓડિશામાં 17 જૂન સુધી લોકડાઉન લાગુ
પશ્ચિમ બંગાળમાં 15 જૂન સુધી લોકાડાઉન
રાજસ્થાનમાં પ્રતિબંધમાં કેટલીક છુટ સાથે 8 જૂન સુધી લોકડાઉન
મધ્ય પ્રદેશમાં કોરોના કર્ફ્યૂ 15 જૂન સુધી વધારાયુ, કેટલીક છુટ અપાઈ
છત્તીસગઢે 31 મેના આગલા આદેશ સુધી લોકડાઉન લાગૂ રાખવાની જાહેરાત કરી હતી
કર્ણાટક સરકારે લોકડાઉન 14 જૂન સુધી વધાર્યુ. જરુરી સેવાઓ સવારના 6થી 10 સુધી ખુલ્લી રહેશે
ગુજરાતમાં 11 જૂન સુધી 36 શહેરમાં નાઈટ કર્ફ્યૂ વધારાયુ. પ્રાઈવેટ અને સરકારી ઓફીસોમાં 7 જૂનથી 100 ટકા ક્ષમતા સાથે ખુલશે. તમામ દુકાનો સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલશે અને હોમ ડિલીવરી રાતના 10 વાગ્યા સુધી રહશે.
કેરળમાં લોકડાઉન 9 જૂન સુધી જારી રહેશે. રાશનની દુકાન સવારના 9થી સાંજ 7.30 સુધી જારી રહેશે. અન્ય રાજ્યોના લોકો માટે આરટી પીસીઆર રિપોર્ટ ફરજિયાત છે.
હિમાચલ પ્રદેશમાં 14 જૂન સુધી લોકડાઉન જારી
પોન્ડિચેરીમાં 7 જૂન સુધી લોકડાઉન વધારાયુ
લક્ષદ્વીપમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
તેલંગાણામાં 9 જૂન સુધી લોકડાઉન છે
આંધ્ર પ્રદેશમાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
આસામમાં 15 જૂન સુધી લોકડાઉન વધારાયુ
નાગાલેન્ડમાં 11 જૂન સુધી લોકડાઉન વધારાયુ
જમ્મુ કાશ્મીરે પ્રતિબંધમાં છુટ આપી પણ નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન યથાવત
ત્રિપૂરામાં 10 જૂન સુધી લોકડાઉન વધારાયુ
Source link
No comments:
Post a Comment