Search This Website

Monday, June 7, 2021

ભણતરની પદ્ધતિ બદલાતા બુક સ્ટોલની જગ્યાએ મોબાઈલ શોપમાં વાલીઓની ભીડ




ભણતરની પદ્ધતિ બદલાતા બુક સ્ટોલની જગ્યાએ મોબાઈલ શોપમાં વાલીઓની ભીડ







કોરોના વાયરસના વધી રહેલા કેસોને લઈ સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે સૂચના આપી છે. જેથી વિદ્યાર્થીઓને હવે પુસ્તકો નહી પરતું મોબાઈલ ફોનની સૌથી વધારે જરુર પડી રહી છે. ત્યારે આજે રાજયની તમામ શાળાઓ શરુ કરી દેવામાં આવી છે. જેથી વાલીઓ બુક સ્ટોલની જગ્યાએ મોબાઈલ શોપમાં જોવા મળી રહ્યા છે.




દેશમાં કોરોના વાયરસના કારણે હાલ ભણતરની પદ્ધતિ બદલાઈ છે. ગત વર્ષથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે સરકારે સૂચના આપી હતી. ત્યારે આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆત ઓનલાઈન શિક્ષણથી જ કરવામાં આવી છે. આજથી રાજ્યભરમાં સ્કૂલ શરૂ થઇ પરંતું તેમાં વિધાર્થીઓની હાજરી નહોતી જોવા મળી. વિદ્યાર્થીઓએ હજુ ઓનલાઈન જ ભણવાનું રહેશે. ટ્યૂશન ક્લાસમાં પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન કરવાના રહેશે. શિક્ષણની તમામ એક્ટિવિટી અત્યારે ઓનલાઈન જ રહેશે. જેના કારણે વિદ્યાર્થી માટે વાલીઓએ સ્માર્ટ ફોન અને ટેબ્લેટની ખરીદી કરી છે. ગત વર્ષે પણ ખરીદી કરવામાં આવી હતી, ત્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં મોબાઈલની દુકાનોમાં વાલીઓનો ઘસારો વધ્યો છે અને ઇન્ક્વાયરી પણ વધી છે.

ટેબલેટ ફોન અને મોબાઈલ એસેસરીઝની માંગમાં વધારો

એક દુકાનદારના જણાવ્યા પ્રમાણે, અત્યારે ટેબ્લેટ, ટેબ્લેટ ગ્લાસ, કવર, માઇક વાળા હેડફોન, ઇયર ફોન, મોબાઈલ સ્ટેન્ડ જેવી સામગ્રીનું વેચાણ વધ્યું છે. સાધન સામગ્રીમાં 60 ટકા જેટલા વધારો થયો છે. ગત વર્ષે લોકોએ ટેબ્લેટ અને ફોન ખરીદ્યા હોવાને કારણે મોબાઈલ ટેબલેટની ખરીદી 30 ટકા જેટલી છે પરંતુ મોબાઈલની એસેસરીઝની ખરીદીમાં વધારો થયો છે.વાલીઓ દ્વારા ઓછી કિંમતના ફોન અને ટેબ્લેટ માટે વધુ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે.

સામાન્ય દિવસો કરતાં અત્યારે ધસારો ઓછો



ગત વર્ષથી જ ઘરાકીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સામાન્ય દિવસ કરતાં ત્યારે 75 ટકા ગ્રાહકોનો ધસારો ઓછો જોવા મળ્યો છે. દિવાળી સુધી અત્યારની પરિસ્થિતિ સુધી તો બુક સ્ટોલના માલિકોની આર્થિક પરિસ્થિતિ હજુ પણ ખરાબ થશે.

No comments:

Post a Comment