Search This Website

Saturday, June 5, 2021

કોરોનાના કારણે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડનો નિર્ણયઃ અમરનાથ મહાદેવની આરતીનું લાઇવ પ્રસારણ કરાશે, યાત્રા થશે રદ્દ




કોરોનાના કારણે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડનો નિર્ણયઃ અમરનાથ મહાદેવની આરતીનું લાઇવ પ્રસારણ કરાશે, યાત્રા થશે રદ્દ



અમરનાથ યાત્રા આ વર્ષે પણ કરાઇ રદ


આરતીનું લાઇવ પ્રસારણ કરાશે


પૂજન વિધિ પહેલાની જેમ જ કરાશે





બાબા બર્ફાનીની આરતીનું લાઇવ પ્રસારણ કરાશે તેવો નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે કોરોના સંક્ટને ધ્યાનમાં રાખીને કર્યો છે. આરતીનું લાઈવ પ્રસારણ ભક્તો માટે કરાશે અને સાથે પૂજન વિધિ પણ પહેલાની જેમ કરાશે. અમરનાથ યાત્રાને પ્રતિકાત્મક કરવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય હોલિકોપ્ટરથી પણ યાત્રાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો છે. બાબા બર્ફાનીની પૂજન વિધિ પહેલાની જેમ જ કરાશે. આ અગાઉ શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે 28 જૂનથી યાત્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.



સંક્રમણને કારણે લેવાયો નિર્ણય

એક અધિકારીએ કહ્યું કે આ વર્ષે અમરનાથ યાત્રાને રદ્દ કરાઈ છે. કેમકે હજુ પણ સંક્રમણનો ખતરો ખતમ થયો નથી. તેઓએ કહ્યું કે આશા છે કે આ મહિનાના અંત સુધી સંક્રમણનો દર શૂન્ય થાય. તેઓએ કહ્યું કે બોર્ડની પાસે હવાઈ યાત્રાનો વિકલ્પ હતો પણ આ એટલું મોંઘું છે કે સામાન્ય જનતા તેનો ખર્ચ ઉઠાવી શકશે નહીં. આ કારણે આ વિકલ્પને પણ નકારી દેવાયો છે.

6 લાખ શ્રદ્ધાળુઓ આવવાની હતી આશા




આ વર્ષે અમરનાથ યાત્રાને લઈને શ્રાઈન બોર્ડે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી હતી. આશા હતી કે આ વર્ષે બાબા બર્ફાનીના દર્શનનો લાભ લેવા 6 લાખ શ્રદ્ધાળુઓ આવશે. તૈયારીઓને લઈને ઉપ રાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓની બેઠક થઈ. યાત્રાને લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયું હતુ પણ સંક્રમણ ઝડપથી વધતા તેના ખતરાને ધ્યાનમાં રાખીને બોર્ડે રજિસ્ટ્રેશન પણ બંધ કર્યું છે.





Source link

No comments:

Post a Comment