નિયમોનુ પાલન કરો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો, ભારત સરકારે ટ્વિટરને મોકલી છેલ્લી નોટિસ
નવી દિલ્હી,તા.5 જૂન 2021,શનિવાર
ભારત સરકાર અને ટ્વિટર વચ્ચેનો ગજગ્રાહ ઉગ્ર બની ગયો છે. ટ્વિટરને હવે ભારત સરકારે છેલ્લી નોટિસ મોકલીને કાયદાનુ પાલન કરવા માટે ચીમકી આપી છે.
કેન્દ્ર સરકારે ટ્વિટરને કહ્યુ છે કે, જો ટ્વિટર સરકારના નિયમોનુ પાલન નહીં કરે તો તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે. સરકારે આ નોટિસમાં અગાઉ 26 મે, 28 મેના રોજ મોકલવામાં આવેલી નોટિસો અને તેના પર ટ્વિટર દ્વારા 28 મે અને 2 જૂને આપેલા જવાબનો હવાલો અપાયો છે. સરકારે કહ્યુ છે કે, ટ્વિટરના જવાબથી સરકારને સંતોષ નથી અને આ જવાબ વાંચીને એવુ લાગે છે કે, ટ્વિટર સરકારના તમામ નિયમો માનવા તૈયાર નથી. ટ્વિટરે અત્યાર સુધી નિયમોના પાલનની જાણકારી આપી નથી. કંપની દ્વારા ફરિયાદોના નિવારણ માટે તેમજ નોડલ ઓફિસર તરીકે જેમની નિમણૂંક થઈ છે તે ભારતમાં કાર્યરત ટ્વિટરના કાર્મચારીઓ નથી. ટ્વિટરનુ ભારતનુ એડ્રેસ પણ એક લો ફર્મનુ છે. જે નિયમ પ્રમાણે યોગ્ય નથી.
સરકારે કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયાને લઈને લાગુ થયેલા નિયમો 26 મેથી અમલમાં આવ્યા છે. એક સપ્તાહ થઈ ગયુ છે પણ ટ્વિટર આ નિયમો માનવા માટે ઈનકાર કરી રહ્યુ છે. એ કહેવાની જરુર નથી કે, નિયમો નહીં માનવા માટેના પરિણામ અનપેક્ષિત હશે. નિયમોનુ પાલન નહીં કરવાની ટ્વિટરની નીતિ બતાવી રહી છે કે, ટ્વિટર પોતાના પ્લેટફોર્મ પર ભારતના લોકો માટે એક સુરક્ષિત એક્સિપિરિયન્સ આપવા માંગતુ નથી. ભારત દુનિયાનો પહેલો દેશ હતો જેણે ટ્વિટરને એન્ટ્રી આપી હતી.
એક દાયકાથી ભારતમાં કાર્યરત હોવા છતા ટ્વિટર એવુ મિકેનિઝમ ક્રિએટ કરી શક્યુ નથી જે જેમા ભારતના લોકોની હેરાગતિનો ભારતના જ રિસોર્સીસ દ્વારા ઉકેલ લાવી શકાય.ભારતના લોકો તેમની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે એક નિષ્પક્ષ તંત્રની માંગ કરી રહ્યા છે. અને આ માટે કંપનીને ફરજ પાડતો કાયદો ભારતના જ લોકોએ બનાવ્યો છે.
સરકારે સાથે સાથે કહ્યુ છે કે, જો ટ્વિટર દ્વારા નિયમોનુ પાલન નહીં કરાય તો તેની સામે આઈટી એક્ટ અને બીજા કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
No comments:
Post a Comment