સેલિબ્રિટી છે એટલે શું ઘરે જઇને વેક્સિનની સુવિધા આપવાની ? ગીતા રબારીને ઘરે જઈને રસી અપાતા છંછેડાયો વિવાદ
લોક ગાયિકા ગીતા રબારી આવ્યા વિવાદમાં
ઘરે જઈને વેક્સિનની રસી આપતા વિવાદ
DDOએ CDHOને કાર્યવાહી કરવા કર્યો આદેશ
ભુજ શહેરના જોડિયા ગામ માધાપરની લોક ગાયિકા ગીતા રબારી વિવાદમાં આવ્યા છે. ઘરે જઈને રજિસ્ટ્રેશન કરી વેક્સિનની રસી આપતા વિવાદ સર્જાયો છે. લોકોને વેક્સિન માટે કલાકોના કલાકો સુધી વેટિંગ કરવું પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ ઘરે જઈને વેક્સિન અપાતા વિવાસ સર્જાયો છે.
DDOએ CDHOને કાર્યવાહી કરવા કર્યો આદેશ
દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાને ઘરે જઈને રસી અપાતા વિવાદ સર્જાયો છે. ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા છે. જેના પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો છે.
લોક ગાયિકા ગીતા રબારી આવ્યા વિવાદમાં
એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન પરેશાન થઈ જાય છે, રિજસ્ટ્રેશનનું લોગ ઈન થાય એ પહેલા લોગ આઉટ કરી દેવાય છે, લોકોને પસંદગીના અને નજીકના સ્થળે વેક્સિન કેન્દ્ર ન મળવાથી બે બે કલાકની મુસાફરી કરીને દૂર સુધી રસી લેવા જરૂ પડે છે ત્યારે બીજી તરફ સેલિબ્રિટીઓને રજિસ્ટ્રેશન વગર તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાયાનો કિસ્સો સામે આવ્યો છે.
ઘરે જઈને વેક્સિનની રસી આપતા વિવાદ
ગીતા રબારી અને તેમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઇને વેક્સિન આપવાની સુવિધા અપાતા લોકોમાં રોષ છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે સેલિબ્રિટી છે એટલે શું ઘરે જઇને વેક્સિનની સુવિધા આપવાની?. લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે તો પણ વેક્સિન નથી મળતી?. સ્લોટ બુક કર્યા છતા વેક્સિન નથી મળતી અને આમને ઘરે બેઠા વેક્સિન?. ગીતા રબારીએ સ્લોટ બુક કર્યો કે નહીં એ પણ ચેક કરો. ગીતા રબારીને જેણે વેક્સિન આપી તેને કોના કહેવાથી ઘરે જઇ સુવિધા આપી તે પણ તપાસ કરો. આવા તો કેટલા સેલિબ્રિટીને ઘરે બેઠા વેક્સિનની સુવિધા અપાઇ હશે?. એકબાજુ લોકોને સ્લોટ નથી મળતા ને અહીં ઘરે જઈ રસી અપાય છે?. ગીતા રબારીએ રજિસ્ટ્રેશન ક્યાં કરાવ્યું હતું?. ગીતા રબારીને ક્યાંનો સ્લોટ મળ્યો?
Source link
No comments:
Post a Comment