Search This Website

Saturday, June 12, 2021

સોમનાથ મંદિર ખુલતા જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા, કોરોનાની ગાઇડલાઇનનું પાલન




સોમનાથ મંદિર ખુલતા જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા, કોરોનાની ગાઇડલાઇનનું પાલન










સોમનાથ: ગુજરાતમાં 58 દિવસ પછી આજથી મંદિરો દર્શન માટે શરૂ થઇ ગયા છે. સોમનાથ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યુ છે. મંદિર પરિસરમાં લોકોને કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે.




કોરોનાની ગાઇડલાઇન અનુસાર શ્રદ્ધાળુઓને એન્ટ્રી

કોરોનાની ગાઇડલાઇન અનુસાર એસઓપીના કડક પાલન માટે મંદિરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહી. માસ્ક વગર મંદિરમાં પ્રવેશ નહી મળે. ફરજિયાતપણે સામાજિક અંતર જાળવવાનું રહેશે.

વિશ્વના સૌથી મોટા જ્યોતિલિંગ સોમનાથ મંદિરના દ્વાર ખુલતા જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર અને એન્ટ્રીથી માંડી ભગવાનના દર્શન સુધી પહોચતા પથ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે સફેદ કલરના ગોળ રાઉન્ડ દોરવામાં આવ્યા છે. સમગ્ર દર્શન દરમિયાન મંદિર પરિસર પર ક્યુ રેલીંગ, ચેકપોસ્ટને સેનેટાઇઝ્ડ સ્પ્રે કરવામાં આવી છે.

મંદિર એન્ટ્રી ગેટે થર્મલ ગન, ટેમ્પરેચર ચેકિંગ, ફરજિયાત માસ્ક, હાથ સેનેટાઇઝર વોશ કરી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યુ છે. કોઇ પણ દર્શનાર્થીને મંદિરમાં બેસવા દેવામાં આવતા નથી, દર્શન કરી બહાર નીકળી જવુ પડે છે. મંદિરની આરતીમાં દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પ્રવેશબંધ કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિરમાં દર્શનના પ્રારંભ અગાઉ મંદિરને સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતું. SRP, ડોકસ્કવોડ સહિત કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મંદિરમાં બેસવાની વ્યવસ્થા નથી.

No comments:

Post a Comment