Search This Website

Thursday, June 10, 2021

બારામુલા જિલ્લાના અનેક ઘરોમાં મોડી રાતે લાગી ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા




બારામુલા જિલ્લાના અનેક ઘરોમાં મોડી રાતે લાગી ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા





બારામુલા જિલ્લાના અનેક ઘરોમાં મોડી રાતે લાગી ભીષણ આગ


અનેક લોકો ફસાયા હોવાની આશંકા


આગ લાગવાના કારણે આખા વિસ્તારમાં ડરનો માહોલ



જમ્મૂ કાશ્મીરના બારામુલા જિલ્લાના નૂરબાગ વિસ્તારના એક ઘરમાં મોડી રાતે આગ લાગી હતી. આગની લપેટોએ અન્ય અનેક ઘરોને પણ લપેટામાં લીધા બતા. મળતી માહિતી અનુસાર જ્યારે આગ લાગી ત્યારે અનેક લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. આગ લાગવાના કારણે અનેક લોકો ઘરમાં જ ફસાઈ ગયા અને હાલમાં તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આગ કેવી રીતે લાગી તેની કોઈ જાણકારી મળી નથી. પરંતુ આગ ઓલવવાની કામગીરી તરત જ શરૂ કરાઈ હતી.

અનેક ઘરો આગના લપેટામાં

મળતી માહિતી અનુસાર બારામુલા જિલ્લાના નૂરબાગ વિસ્તારમાં મોડી રાતે એક ઘરમાં આગ લાગી હતી. આ પછી અનેક લપેટોએ આસપાસના અનેક ઘરોને નિશાન બનાવ્યા અને આગની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ મોડી રાતે લાગી હતી જેના કારણે લોકો પણ ઘરમાં સૂતા હતા

. અનેક લોકો ફસાયા હોવાની આશંકા



આગની જાણકારી મળતા લોકો ઘરથી બહાર આવ્યા. અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની સૂચના મળતાં જ ફાયરબ્રિગેડ આવી પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. ઘટનાનો વીડિયો પણ જાહેર થયો છે જેમાં આગનું ભયાનક રૂપ જોઈ શકાય છે. આગથી કેટલા ઘરોને કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ પણ લાગવી શકાય છે. હાલમાં આગથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રાહત કામ પણ ચાલી રહ્યું છે.





Source link

No comments:

Post a Comment