Search This Website

Wednesday, June 9, 2021

હવે પોતે વેક્સિન લેવા તૈયાર બાબા રામદેવનું અચાનક ‘હૃદય પરિવર્તન’, ડૉક્ટર માટે જે કહ્યું તે જાણીને વિશ્વાસ નહીં થાય




હવે પોતે વેક્સિન લેવા તૈયાર બાબા રામદેવનું અચાનક ‘હૃદય પરિવર્તન’, ડૉક્ટર માટે જે કહ્યું તે જાણીને વિશ્વાસ નહીં થાય





રામદેવે તમામને રસી લગાવવા માટે અપીલ કરી


ડોક્ટર આ ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દૂત – રામદેવ


એલોપેથી ઈમરજન્સી મામલામાં અને સર્જરી માટે સારી -રામદેવ



રામદેવે તમામને રસી લગાવવા માટે અપીલ કરી

પીએમ નરેન્દ્ર મોદીએ 21 જૂનથી દેશના દરેક રાજ્યોમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી ફ્રી ઉપલબ્ધ કરાવવાનું એલાન કર્યુ છે. જેને લઈને રામદેવે તમામને રસી લગાવવા માટે અપીલ કરી છે અને જાહેરાત કરી છે કે તેઓ જલ્દી રસી લેશે. રામદેવે કહ્યુ કે હું જલ્દી રસી લઈશ. રામદેવે લોકોને અપીલ કરતા કહ્યુ કે તેઓ યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરે. યોગ બિમારીઓની વિરુદ્ધ એક કવચના રુપમાં કામ કરે છે અને હાલમાં કોરોનાથી થનારી જટિલતાઓથી બચાવે છે.

ડોક્ટર આ ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દૂત – રામદેવ

ડ્રગ માફિયાઓ પર ટિપ્પણી કરતા રામદેવે કહ્યુ કે અમારી કોઈ સંગઠનની સાથે દુશ્મની નથી અને તમામ સારા ડોક્ટર આ ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દૂત છે. તેઓ આ ગ્રહ માટે એક ભેટ છે. અમારી લડાઈ દેશના ડોકટરો સાથે નથી જે ડોક્ટર અમારો વિરોધ કરી રહ્યા છે. તે કોઈ સંસ્થાના માધ્યમથી નથી કરી રહ્યા.



એલોપેથી ઈમરજન્સી મામલામાં અને સર્જરી માટે સારી -રામદેવ

રામદેવે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દવાઓના નામે કોઈને હેરાન કરવામાં ન આવે અને લોકોને બિનજરુરી દવાઓથી બચાવવા જોઈએ. એમાં કોઈ શંકા નથી કે એલોપેથી ઈમરજન્સી મામલામાં અને સર્જરી માટે સારી છે. તેમણે કહ્યું કે પીએમ જન ઔષધી સ્ટોર ખોલવો પડ્યો કેમ કે ડ્રગ માફિયાઓએ ફૈંસી દુકાનો ખોલી છે જ્યાં તે પાયાની અને જરુરીયાતની જગ્યાએ વધારે કિંમતો પર બિનજરુરી દવાઓ વેચી રહ્યા છે.



આઈએમએ ઉત્તરાખંડે રામદેવને નોટિસ ફટકારીને માનહાનીનો કેસ કર્યો હતો

રામદેવે કોરોના વાયરસથી થઈ રહેલા મોતને એલોપેથી સાથે જોડી એક મોટું વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જે બાદ ડોક્ટરોના સૌથી મોટા સંગઠન આઈએમએએ યોગગુરુની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો. આઈએમએ ઉત્તરાખંડે રામદેવને નોટિસ ફટકારીને માનહાનીનો કેસ કર્યો હતો. જેમાં તેમને 15 દિવસની અંદર માફી માંગવા માટે કહેવામાં આવ્યુ હતુ. આઈએમએ ઉત્તરાખંડ અને દિલ્હી મેડિકલ એસોસિએશનની સાથે બાબા રામદેવે વિવાદને વધતો જોતા કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને યોગ ગુરુને એક ચિઠ્ઠી પણ લખી હતી. આ પત્ર બાદ રામદેવે પોતાના નિવેદનને પાછું લઈ શરમિંદગી વ્યક્ત કરી હતી.





Source link

No comments:

Post a Comment