Search This Website

Sunday, June 13, 2021

મંગળ ગ્રહની ધૂળભરી ખડકાળ સપાટી આવી જોવા મળી રહી છે,સામે આવી તેની અદભૂત તસવીરો....

મંગળ ગ્રહની ધૂળભરી ખડકાળ સપાટી આવી જોવા મળી રહી છે,સામે આવી તેની અદભૂત તસવીરો....


મંગળ ગ્રહની ધૂળભરી ખડકાળ સપાટી

વિશ્વની દરેક અવકાશ એજન્સીઓ અને કેટલાક અવકાશી વૈજ્ઞાનિકો હમેશા કોઈને કોઈ અવકાશી શોધ કરવામાં જોડાયેલા રહે છે.આટલું જ નહિ પરંતુ હાલમાં વિશ્વના દરેક વૈજ્ઞાનિકો મંગળ ગ્રહના રહસ્યોની શોધમાં જોડાયા છે.જયારે અમુક સમયે મંગળ સાથે જોડાયેલી કેટલીક બાબતો સામે આવતી હોય છે.

તમને જણાવી દઈએ કે તાજેરતમાં જ મંગળની જમીનના કેટલાક ફોટાઓ સામે આવ્યું છે,જે ચીનની રાષ્ટ્રીય અવકાશ એજન્સીએ રેડ પ્લેનેટ પરના ટચડાઉન પછી મંગળના જુરોંગ રોવરમાંથી તેના ફોટા ક્લિક કર્યા છે.એવું કહેવામાં આવે છે કે આશરે ત્રણથી ચાર આ અદભુત ગ્રહની તસવીરો જાહેર કરી છે.

તમે પણ જોઈ શકો છો કે તસવીરોમાં જુરોંગ રોવરનો ઉપરનો ભાગ જોવા મળી રહ્યો છે.જયારે એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે રોવર લેન્ડિંગ પ્લેટફોર્મ છોડતા પહેલા પેનોરેમિક છબીઓ જે 360 ડિગ્રીમાં જોવા મળી રહી છે.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે રોવર ફોટા લેતા પહેલા લેન્ડિંગ પ્લેટફોર્મની દક્ષિણ-પૂર્વમાં આશરે 6 મીટર સુધીની સફર કરી હતી.જ્યાંથી રોવર ઉતર્યો ત્યાંથી લગભગ 10 મીટર દૂર એક રીમોટ કેમેરો સ્થાપિત કરવામાં આવ્યો હતો.




સી.એન.એસ.એ એવું જણાવી રહી છે કે રોવરને ઉતારવા માટે યુટોપિયા પ્લેનિટીઆની પસંદગી કરવામાં આવી હતી.જયારે વૈજ્ઞાનિકો એવું જણાવી રહ્યા છે કે આ રોવરના ઉતરાણ માટે અહીં યોગ્ય સ્થાન પણ રહેલું છે જયારે તેની સાથે ત્યાનું હવામાન ઘણું યોગ્ય છે.

એવું કહેવામાં આવે છે કે જુરોંગ નામના રોવરનું નામ પૌરાણિક ચાઇનીઝ ફાયર ગોડ પરથી રાખવામાં આવ્યું છે.તેને ચીનના ટીઆનવેન 1 મંગળ મિશન હેઠળ મોકલવામાં આવ્યું છે.તે ગ્રહની સપાટીના ખડકો અને વાતાવરણ પર ડેટા એકત્રિત કરવાનું મોટું કામ કરે છે.અને સતત તેની માહિતી આપતું રહે છે.

સામાન્ય દેખાવમાં જુરોંગ વાદળી બટરફ્લાય જેવું જોવા મળી રહ્યું છે.જયારે આ રોવર 1.85 મીટર લાંબો પણ છે,જયારે તેનું વજન આશરે 240 કિલો છે.જયારે આ એજન્સી એવું જણાવી રહી છે કે તેમાં છ પૈડાં અને ચાર સોલર પેનલ્સ પણ જોડવામાં આવી છે.

આ રોબેતિક મંગળની સપાટી પર પ્રતિ કલાક 200 મીટરની ઝડપે મુસાફરી કરી શકે છે.જયારે તેમાં મલ્ટિસ્પેક્ટરલ કેમેરો,હવામાન સેન્સર અને સબમર્સિબલ રડાર શામેલ છે.જયારે આનું આયુષ્ય આશરે 3 મહિના સુધીનું જણાવી રહ્યા છે.પરંતુ સામે આવેલા આ ફોટો ઘણા અનોખા જોવા મળી રહ્યા છે.

No comments:

Post a Comment