Search This Website

Tuesday, June 15, 2021

ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળશે રાહત રાજ્યના આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ, હવામાન વિભાગની આગાહી


ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળશે રાહત રાજ્યના આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ, હવામાન વિભાગની આગાહી







વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી


ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળી શકે છે રાહત


મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે વરસાદ



ભારે ઉકળાટ અને ભફારા વચ્ચે શહેરીજનો માટે સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગે આવતી કાલે વરસાદની આગાહી કરી છે. આવતી કાલે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળી શકે છે રાહત

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારથી શહેર સહિત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે વરસાદ

ગુજરાતમાં 16 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે તેમજ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને સાથે વરસાદ પણ પડી શકે છે અમદાવાદમાં 17 થી 19 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામા આવી છે સાથે 16 જૂન બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે

જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ

આ તરફ 16 થી 18 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.

17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસી જશે

હવામાન વિભાગની આગાહી અનુસાર પણ 17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસી જશે હવામાન વિભાગના મતે 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે

દક્ષિણ પશ્ચિમ વરસાદે દેશના 80 ટકા ભાગને કવર કરી લીધો છે. પણ હવે તેની ઝડપ ઘટતા ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારોને થોડી રાહ જોવી પડશે. નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે.

આગામી 17 થી 18 જૂન સુધીમાં વરસાદ થશે

દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 17 થી 18 જૂન સુધીમાં વરસાદ થશે.







Source link

No comments:

Post a Comment