Search This Website

Wednesday, June 23, 2021

ખુશખબર / લોકોને સસ્તી વીજળીનું ગિફ્ટ આપશે મોદી સરકાર! જાણો શું છે નવો પ્લાન




ખુશખબર / લોકોને સસ્તી વીજળીનું ગિફ્ટ આપશે મોદી સરકાર! જાણો શું છે નવો પ્લાન





કેન્દ્ર સરકાર હવે ગ્રીન ટેરિફને લઈને ખાસ પોલિસી પર કામ કરી રહી છે. તે હેઠળ ગ્રીન એનર્જીની ખપતને વધારવામાં આવશે.

ભારત હવે વિજળી વિતરણને લઈને ગ્રીન ટેરિફ પર કામ કરી રહ્યું
સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરતા યુનિટ્સને વધુ મજબૂત કરવામાં મદદ મળશે
ટૂંક સમયમાં જ તેના નિયમ જાહેર કરવામાં આવશે

ભારત હવે વિજળી વિતરણને લઈને ગ્રીન ટેરિફ પર કામ કરી રહ્યું છે. તે હેઠળ વિજળી કંપનીઓ દ્વારા સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સ માટે તૈયાર કરવામાં આવતી વિજળી કોલસા અથવા અન્ય પારંપરિક ઈંધણથી તૈયાર કરવામાં આવેલી વિજળીની તુલનામાં સસ્તી હશે. આ પ્લાન વિશે કેન્દ્રીય વિજળી અને રિન્યૂવેબલ ઉર્જા મંત્રી રાજ કુમાર સિંહે મંગળવારે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે તેનાથી ભારતમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરતા યુનિટ્સને વધુ મજબૂત કરવામાં મદદ મળશે. તેને દુનિયાનું સૌથી મોટું સ્વચ્છ ઉર્જા પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યું છે.

સિન્હાએ કહ્યું, "ટૂંક સમયમાં જ તેના નિયમ જાહેર કરવામાં આવશે." સિન્હાએ જણાવ્યું કે આ પ્લાનને અમલમાં લાવ્યા બાદ વિજળી વિતરણ કંપની એક્સક્લુઝીવ રીતે ગ્રીન એનર્જી ખરીદીને તેને 'ગ્રીન ટેરિફ' પર સપ્લાય કરવામાં આવશે.



શું છે હાલની સ્થિતિ
હાલમાં જો કોઈ કંપની વિજળી કંપનીઓ પાસેથી ગ્રીન એનર્જી ખરીદે છે તો તેમને તેના માટે ક્લીન એનર્જી ડેવલોપર સાથે કોન્ટ્રેક્ટ કરવવો પડે છે. કોમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સેગ્મેન્ટમાં આ પ્રક્રિયા પુરી થાય છે. વર્તમાનમાં વિજળી વિતરણ કંપનીઓ જરૂરીયાતના હિસાબથી રિન્યુએબલ એનર્જી ખરીદે છે

સોલર ટેરિફ ન્યૂનતમ સ્તર પર
કેન્દ્ર સરકારની તરફથી આ પગલું એવા સમય પર ભરવામાં આવ્યું છે જ્યારે સોલર એન્ડ પવન ઉર્જા ટેરિફ અત્યાર સુધીના સૌથી ન્યૂનતમ સ્તર પર ગગડી ગયો છે. સોલર ટેરિફનો ભાવ હવે 1.99 રૂપિયા પ્રતિ યુનિટ અને પવન ઉર્જાનો ભાવ 2.43 રૂપિયા પ્રતિ યુનિટ પર છે. ભારતમાં 2022 સુધી 175 ગીગાવોટની રિન્યૂએબલ ક્ષમતા વધારવાનું લક્ષય રાખવામાં આવ્યું છે. તેમાં 1000 ગીગાવોટ સોલર પાવર છે.

15 દિવસની અંદર ઓપેન એક્સેસ એપ્લીકેશન પ્રોસેસ થશે
પ્રસ્તાવિત ગ્રીન ટેરિફ પરંપરાગત ઈંધણના સોર્સથી સસ્તી પડશે. સિંહે જણાવ્યું કે નવા નિયમોથી સુનિશ્ચિત થઈ શકશે કે જો કોઈ ઈન્ડસ્ટ્રી ફક્ત ગ્રીન પાવરની માંગ કરી રહી છે તો એર પખવાડીયાની અંદર ઓપન એક્સેસ એપ્લીકેશનને પ્રોસેસ કરવાની રહેશે. ઓપન એક્સેસ દ્વારા 1 મેગાવોટ અથવા તેનાથી વધારે ક્ષમતા વાળા એનર્જી ખપત કરનારને ઓપન માર્કેટમાં ખરીદીની સુવિધા આપે છે. તેમણે વધારે ખર્ચીલા ગ્રિડ પર નિર્ભર નહીં રહેવું પડે.



2030 સુધી 817 ગીગીવોટ સુધી થશે ભારતની વિજળી ખપત ક્ષમતા
જોકે રાજ્યની વિજળી વિતરણ કંપનીઓ પોતાના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા ક્લિન એનર્જી ડેવલોપર્સને નિરાશ કરી રહ્યા છે. પોતાના એક્સેસ સુનિશ્ચિત કરવાનો મતલબ છે કે ગ્રીન ઈલેક્ટ્રિસિટીની ખપત કરનાર કેપ્ટિવ ગ્રીન એનર્જી પ્લાન્ટ્સ સેટઅપ કરી શકે છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના અનુસાર, 2030 સુધી ભારતની કુલ વિજળી ખપત વધીને 817 ગીગાવોટ સુધી થશે. તેમાં અડધાથી વધારે ક્લીન એનર્જી હશે.

No comments:

Post a Comment