Search This Website

Saturday, June 26, 2021

શિક્ષણ વિભાગ / મોટા સમાચાર : ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે શિક્ષણમંત્રી ચુડાસમાનું યુ-ટર્ન, ટૂંક સમયમાં નવો નિર્ણય લેવાય તેવી શક્યતા




શિક્ષણ વિભાગ / મોટા સમાચાર : ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે શિક્ષણમંત્રી ચુડાસમાનું યુ-ટર્ન, ટૂંક સમયમાં નવો નિર્ણય લેવાય તેવી શક્યતા



ખાનગી શાળાઓમાં ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન લીધો છે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરેવી તોડી છે




ગઇ કાલે શિક્ષણમંત્રીએ એક નિવેદનમાં શાળાઓમાં ફી માફી યથાવત રહેશે તેવું જણાવ્યું હતું પરતું આજે ફરી ફેરવી તોડી આજે ફરી પોતાના નિવેદનથી યુ ટર્ન લીધો છે અને ફી માફી નવો નિર્ણય ન આવે ત્યા સુધી જ રહેશે તેવું જણાવ્યું છે.
25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન

શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા વાલીઓ એ હાસકારો અનુભવ્યો હતો પરતું આજે ફરી વાલીઓમાં ફીને લઈને ચિંતા જોવા મળી રહી છે ફી વધારા મુદ્દે સરકાર નવો નિર્ણય લે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા શાળા સંચાલક મંડળોએ વિરોધ કર્યો હતો પરતું શિક્ષણમંત્રીએ આ વિરોધ વચ્ચે પણ 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી પરતું આજે ફરી ફેરવી તોડી ફી વધારો નવા નિર્ણય સુધી જ માન્ય રહેશે તેવું જણાવ્યું છે જેથી હવે વાલીઓમાં ફીને લઈ ચિંતા વધી ગઈ છે.






ફી માફી મુદ્દે શાળા મંડળ સંચાલકોએ કર્યો વિરોધ

મહત્વનું છે કે ગયા વર્ષે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફી અપાઈ હતી જેને લઈ ખાનગી શાળા સંચાલકોએ ફી માફી સામે વિરોધ ઉઠાવ્યો હતો સમગ્ર મામલે ખાનગી શાળા સંચાલક મંડળનું નિવેદન આપતા જણવ્યું હતું કે 50 ટકા વાલીઓએ ફી ભરવામાં ઉદાસિનતા દર્શાવી રહ્યા છે જે વાલીઓ નોકરી કરે છે તેમને પગાર આવે છે તો ફી માફી શું કામ આપવામાં આવે તેમજ જે વાલીઓની પરિસ્થિતિ ખરાબ છે તેને સ્કૂલો સામેથી મદદ કરે છે આમ 25 ટકા ફી માફીને કારણે સ્કૂલોની વ્યવસ્થા ખોરવાઈ છે છેલ્લા બે વર્ષથી ફી ન આવવાને કારણે સ્કૂલોનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવતા શાળા સંચાલક મંડળે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.

Sour VTV 

No comments:

Post a Comment