Search This Website

Tuesday, June 15, 2021

ઈઝારયલે ગાઝા પર ફરી કરી એરસ્ટ્રાઈક, હાઈરાઈઝ બિલ્ડિંગની ઉપર સુધી દેખાયા વિસ્ફોટના ધૂમાડા




ઈઝારયલે ગાઝા પર ફરી કરી એરસ્ટ્રાઈક, હાઈરાઈઝ બિલ્ડિંગની ઉપર સુધી દેખાયા વિસ્ફોટના ધૂમાડા




ઈઝરાયલમાં ધૂર રાષ્ટ્રવાદીઓએ કરી પરેડ


ફિલિસ્તાનની સાથે દુશ્મનીમાં કોઈ ફરક નથી પડ્યો


બે દિવસ પહેલા ઈઝરાયલમાં સત્તામાં ફેરફાર



ફિલિસ્તાનની સાથે દુશ્મનીમાં કોઈ ફરક નથી પડ્યો

ઈઝરાયલમાં 12 વર્ષ લાંબા ચાલેલા નેતન્યાહૂ શાસનનો અંત થઈ ગયો છે અને દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નેફ્તાલી બેનેટ નવા પ્રધાનમંત્રી બન્યા છે. પરંતુ ફિલિસ્તાનની સાથે દુશ્મનીમાં કોઈ ફરક નથી પડ્યો. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાનુંસાર ઈઝરાયલે એક વાર ફરી ગાઝામાં એરસ્ટ્રાઈક કરી છે. આની પહેલા સેંકડોની સંખ્યામાં ઈઝરાયલના ધુર રાષ્ટ્રવાદીઓએ તાકાતનું પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી.



ગાજા પર એરસ્ટ્રાઈક

ફિલિસ્તાનના સુરક્ષા દળોના હવાલાથી ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી છે. નજરે જોનારા અનુસાર બુધવારે ફિલિસ્તાન તરફથી આતંકીઓએ દક્ષિણ ઈઝરાયલ તરફથી આગ વાળા ફુગ્ગા મોકલ્યા જેના કારણે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી દીધી.

ઈઝરાયલમાં ધૂર રાષ્ટ્રવાદીઓએ કરી પરેડ

આ પહેલા સેંક્ડોની સંખ્યામાં ઈઝરાયલના ધૂક રાષ્ટ્રવાદીઓએ શક્તિ પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી. આ ઘટનાક્રમના કારણે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓની સાથે યુદ્ધ વિરામના થોડક જ અઠવાડિયા બાદ નવે સરથી હિંસા ભડકવાનો ખતરો પેદા થઈ રહ્યો છે.



બે દિવસ પહેલા ઈઝરાયલમાં સત્તામાં ફેરફાર

ઈઝરાયલની દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટના પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે દેશમાં એક યુગનો અંત થઈ ગયો છે. લગભગ 12 વર્ષથી ઈઝરાયલ પર રાજ કરનારા બેન્ઝામિન નેતન્યાહૂ ઘણી મહેનત બાદ પણ પોતાની સત્તા ન બચાવી શક્યા. નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના પ્રધાનમંત્રી પદભાર સંભાળ્યો.







Source link

No comments:

Post a Comment