Search This Website

Tuesday, June 22, 2021

માસ્કનાં દંડને લઈને ગુજરાતની પ્રજા માટે મહત્વના સમાચાર, જો આવું થયું તો મળશે મોટી રાહત

માસ્કનાં દંડને લઈને ગુજરાતની પ્રજા માટે મહત્વના સમાચાર, જો આવું થયું તો મળશે મોટી રાહત



માસ્કના દંડમાં થશે ઘટાડો


સરકાર દ્વારા 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે


મુખ્યમંત્રી રૂપાણી કરશે હાઈકોર્ટમાં રજૂઆત



ગુજરાત સરકાર દ્વારા હવે સામાન્ય પ્રજાને રાહત મળી રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા સરકાર દ્વારા હવે માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ઘટાડો કરવામાં આવશે. દંડની રકમ હાલમાં 1 હજાર રૂપિયા લેવામાં આવે છે પણ રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ હવે 500 કરવામાં આવી શકે છે.

હાઈકોર્ટમાં રજૂઆત

દંડની રકમમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારની આ પહેલને કારણે લોકોને ઘણી રાહત મળી રહેશે. કારણકે હાલ માસ્કના દંડને કારણે મોટા ભાગના લોકોમાં રોષનો માહોલ છે. સામાન્ય માણસ માટે માસ્કના દંડની રકમ 1 હજાર ઘણી વધારે છે. પરંતુ તે દંડના રકમ એટલા માટેજ રાખવામાં આવી છે કે લોકો માસ્ક ફરજિયાત પહેરે.

નવી રકમ 500 રૂપિયા રાખવામાં આવશે

સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રજૂઆત કરવામાં આવશે જેમા તેઓ દંડની રકમ 1 હજાર રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયા રાખવામાં આવે તેવી તેઓ નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવાના છે. આ સમાચાર સામે આવ્યા બાદ એકદંરે લોકોમાં ક્યાકને ક્યાક હાશકારો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ દંડની રકમ ઘટી નથી.

જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીનેજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા તેમણે દંડની રકમમાં ઘટાડો કરવા માટે સરકાર સંબધિત વિભાગોને સૂચના આપી છે. જોકે રાજ્ય સરકારની આ રજૂઆતનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા શુ જવાબ આપવામાં આવશે તે પણ મહત્વનું છે.

માસ્ક માટે ગંભીરતા જરૂરી

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના સામે લડવા માટે માસ્ક, સેનેટાઈઝર, અને સોશિયલ ડિસટન્સીંગ આ ત્રણ મહત્વના હથિયાર છે. પરંતુ તેમ છતા અમુક લોકો માસ્કને લઈને તો ગંભીર નથી જેના કારણે 1 હજાર રૂપિયાનો દંડ ફટકરાવામાં આવે છે. પરંતુ હવે દંડની રકમમાં ઘટાડો થઈ શકે છે.





Source link

No comments:

Post a Comment