Search This Website

Monday, June 21, 2021

મેઘરાજાએ બનાસકાંઠા અને ખેડાને ઘમરોળ્યું, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ




મેઘરાજાએ બનાસકાંઠા અને ખેડાને ઘમરોળ્યું, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ





રાજ્યમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી


રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ અઢી ઈંચ થી વધુ વરસાદ


મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ, પાલનપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ



રાજ્યમાં આજે પણ રહેશે વરસાદી માહોલ યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

રાજ્યમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, કચ્છમાં પણ વરસાદ આગાહી કરવામા આવી છે પડી શકે છે જો કે આવતી કાલથી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ અઢી ઈંચ થી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે રવિવારે રાજ્યના 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ, ખેડામાં સાડા ત્રણ ઈંચ, ખેડા જિલ્લાના માતરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સરેરાશ અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે સીઝનનો 8.09

ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ



ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે યથાવત ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં 26 તાલુકામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે તો અત્યાર સુધીમાં ગુજરાતમાં 33 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ પડી ચુક્યો છે

રાજ્યમાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં સિઝનનો 9.50 ટકા વરસાદ નોંધાયો, 102 તાલુકામાં 0 થી 2 ઈંચ, 104 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ, 36 તાલુકામાં 5થી 10 અને 9 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.

મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે તો પાટણના સિદ્ધપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે પાલનપુર અને ખેડામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. કાલાવડ અને માતરમાં 3-3 ઈંચ વરસાદ , વડગામ અને માંડલમાં 2.5 ઈંચ વરસાદ આ તરફ ઊંઝા, ઘોઘંબા અને ઉમરપાડામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે

મહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો

મહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાનપુર, લુણાવાડા, વિરપુર, કડાણામાં વહેલી સવારથી જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે મહીસાગરના અંતરિયાળ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે આ તરફ બનાસકાંઠામાં પણ વહેલી સવારે વરસાદનું આગમન થયું છે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તો વરસાદને કારણે પાલનપુર-આબુ હાઈવે ઉપર પાણી ભરાયા છે.

પાલનપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

બનાસકાંઠાના પાલનપુર, દાંતા, વડગામમાં વરસાદ, પાલનપુરમાં ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી, પહેલા વરસાદમાં જ લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી, એક દિવસમાં પાલનપુરમાં 4 ઈંચ, વડગામમાં અઢી ઈંચ વરસાદ, બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.

No comments:

Post a Comment