Search This Website

Sunday, June 6, 2021

ચોમાસાની શરૂઆત પહેલા રાજકોટના ખેડૂતો માટે આવ્યા મોટા ખુશબર, જાણો શું




ચોમાસાની શરૂઆત પહેલા રાજકોટના ખેડૂતો માટે આવ્યા મોટા ખુશબર, જાણો શું



રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર


ચોમાસાની શરૂઆત પહેલા આજી-2 ડેમ સંપૂર્ણ ભરાયો


નર્મદાના પાણીથી ડેમને પહેલાથી જ ભરવામાં આવ્યો હતો



ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી એવો આજી-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ચોમાસાની શરૂઆત પહેલા જ ડેમ ભરાઈ જતાં એક દરવાજો અડધો ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.તો બીજી તરફ પડધરીના 10 ગામને અલર્ટ કરાયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદના કારણે ડેમ છલકાયો

જેમાં અડબાલકા, બાધી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા અને સખપરને અલર્ટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આજી-2 ડેમ અગાઉથી જ નર્મદા પાણીથી ભરેલો હતો. જોકે તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદના કારણે ડેમ છલકાયો છે.

કોરોનાને લઈને નીતિ આયોગે આપ્યું છે મોટું નિવેદન

નીતિ આયોગના સદસ્ય રમેશ ચંદનું માનવું છે કે કોવિડ-19ની બીજી લહેરથી દેશના કૃષિ ક્ષેત્ર પર કોઈ પણ પ્રકારની અસર નહીં પડે. દેશમાં ફેલાઈ રહેલી કોરોના મહામારીની વચ્ચે ખેડીતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. નીતિ આયોગના સદસ્ય રમેશ ચંદનું માનવું છે કે કોરોનાની બીજી લહેરથી દેશના કૃષિ ક્ષેત્ર પર કોઈ પ્રકારની અસર નહીં પડે. તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ મે મહિનામાં ફેલાયો છે. આ સમયે કૃષિથી સંબંધિત ગતિવિધિઓ ખૂબ ઓછી હોય છે. જેના કારણે તેની અસર કૃષિ ક્ષેત્ર પર ખૂબ ઓછી જોવા મળી.



ચંદે કહ્યું કે હાલમાં સબસિડી, ભાવ અને ટેકનોલોજી અંગેની ભારતની નીતિ ચોખા, ઘઉં અને શેરડીની તરફેણમાં ભારે નમેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં પ્રાપ્તિ અને ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) નીતિઓ કઠોળની તરફેણમાં લેવી જોઈએ.

મે મહિનામાં ફેલાવવાનો શરૂ થયો કોરોના

ચંદે કહ્યું કે માર્ચના મહિના અથવા એપ્રિલના મધ્ય સુધી કૃષિ ક્ષેત્રે કામ ચરમ સીમા પર હોય છે. ત્યાર બાદ તેમાં ઘટાડો થાય છે. વરસાદના આગમનની સાથે સાથે કામ ફરી જોર પકડે છે. તેમણે જણાવ્યું કે એવામાં જો મે મહિનાથી જૂનના મધ્ય સુધી શ્રમિકોની ઉપલબ્ધતા ઓછી પણ રહી તો તેનાથી કૃષિ ક્ષેત્ર પર કોઈ પ્રભાવ નહીં પડે.





Source link

No comments:

Post a Comment