
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં નહીં ફેલાય સંક્રમણ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ જાણકારી
posted on JUNE 18, 2021at 7:08 PM
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે કરી આ વાત
બાળકોને કોરોના વધુ પ્રમાણ ફેલાયો છે તેવા કોઈ પુરાવા નથી
ત્રીજી લહેરમાં માત્ર સ્થાનિક રીતે ફેલાઈ શકે છે સંક્રમણ
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે કરી આ વાત
કોરોનાનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ નહીં ફેલાય, કારણકે સીરોસર્વેમાં આ વાત સામે આવી છે કે હવે દરેક વર્ગમાં પોઝિટીવીટી એક સમાન છે. આમ છતાં પણ સરકાર ત્રીજી લહેર સામે લડવા માટે દરેક પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર ત્રીજી લહેરમાં સુરક્ષાના ભાગ રૂપે બધી જ તૈયારી કરીને બેઠી છે. આ વાત સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોનફેરેન્સ દ્વારા કહેવામાં આવી. ગામડાઓમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સેરોપોસિટીવીટી રેટ 56 ટકા અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 63 ટકા છે. જાણકારી અનુસાર બાળકો સંક્રમિત હતા પણ સંક્રમણ ઘણું ઓછું ફેલાયેલું હતું.
બાળકોને કોરોના વધુ પ્રમાણ ફેલાયો છે તેવા કોઈ પુરાવા નથી
થોડા સમય પહેલા ભારત સરકારે નવી ગાઈલાઇડ બહાર પાડી છે કે 5 વર્ષથી ઓછા વયના બાળકોએ હવે માસ્ક પહેરવાની જરૂર નથી. એવી અટકળો ચાલી રહી છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. પણ AIIMSના કહ્યા મુજબ એવી વાતના કોઈ પણ પુરાવા નથી કે જેમાં ત્રીજી લહેરથી માત્ર બાળકોને જ વધુ સંક્રમણ થવાનું હોય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં આવતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ વિભાગ દ્વારા આ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.
ત્રીજી લહેરમાં માત્ર સ્થાનિક રીતે ફેલાઈ શકે છે સંક્રમણ
આ મોડેલ મુજબ ભારતમાં ત્રીજી લહેર 6-8 મહિના પછી શરૂ થશે અને આ સમયે સંક્રમણ ઓછું ફેલાય તે માટેની તૈયારીઓ કરી શકાય છે. તેમણે કહ્યું કે “ત્રીજી લહેર માત્ર સ્થાનિક રીતે ફેલાશે અને ઘણા ઓછા લોકો સંક્રમિત થશે કારણકે ત્યાં સુધીમાં ઘણા લોકોએ વેક્સિન લઈ લાઇધઈ હશે. ઓકટોબર 2021 સુધી તો ત્રીજી લહેર નહીં જ આવે. IIT હૈદરાબાદના પ્રોફેસરે જણાવ્યું કે જો લોકો કોરોનાના નિયમો બરાબર પાળશે તો ત્રીજી લહેરમાં ઘણી ઓછી જાનહાનિ થશે. તેમણે ઈટાલીનું પણ રિસર્ચ બતાવતા કહ્યું કે કો એન્ટિબોડી પૂરી થઈ જશે તો શરીરમાં ઇમ્યુનિટી ઓછી થવાની શક્યતા વધુ છે. તેથી રસીકરણ ઝડપી બનાવવું જ પડશે.
Source link
No comments:
Post a Comment