જે વેક્સિનની કેન્દ્ર કરે છે પ્રશંસા તેને અમેરિકામાં હજુ ‘નો-એન્ટ્રી’, ભારતના અભિયાનને જોરદાર ઝટકો
ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કોરોનાની વેક્સિન કોવેક્સિનને લઈ મોટા સમાચાર
મેડિકલ સલાહકાર ડોકટર ફાઉંચીએ કોવેક્સિન પ્રભાવશાળી છે તેવું નિવેદન આપ્યું હતું
અમેરિકામાં કોવેક્સિનને ઇમરજન્સી માટે મંજૂરી આપવામાં નહીં આવે
ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કોરોનાની વેક્સિન કોવેક્સિનને લઈ મોટા સમાચાર
ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કોરોનાની વેક્સિન કોવેક્સિન પર ફરી હવે ખતરાના વાદળો ઘેરાયા છે. અમેરિકાએ આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગમાં લેવા માટેની મંજૂરી નથી આપી. આ વાત ભારત માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે કારણકે હજી સુધી WHO એ પણ આ વેક્સિન માટેની મંજૂરી આપી નથી અને હજી મંજૂરી માટેની અરજી પર મહોર નથી લાગી. અમેરિકાના ફૂડ અને ડ્રગ્સ એડમિ
નિસ્ટ્રેશને પણ આ વેક્સિનના ઇમરજન્સી યુઝ માટે ના પાડી દીધી છે.
મેડિકલ સલાહકાર ડોકટર ફાઉંચીએ કોવેક્સિન પ્રભાવશાળી છે તેવું નિવેદન આપ્યું હતું
પણ બીજી વાત એ પણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડનના પ્રધાન અને મેડિકલ સલાહકાર ડોકટર ફાઉંચીએ કોવેક્સિન પ્રભાવશાળી છે તેવું નિવેદન આપ્યું હતું. પણ હવે શંકાની સોય ગોળ ગોળ ફરી રહી છે કે અમેરિકાના આ નિવેદનથી ભારતમાં ચાલી રહેલ વેકસીનેશન અભિયાન પર શું અસર પડશે અને WHO દ્વારા આ વેક્સિનને માન્યતા મળશે કે નહીં તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અમેરિકામાં આ વેક્સિનની મંજૂરી માટે ભારત બાયોટેકના પાર્ટનર ઑકયુજેન દ્વારા ફૂડ અને ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનમાં આવેદન આપવામાં આવ્યું હતું.
અમેરિકામાં કોવેક્સિનને ઇમરજન્સી માટે મંજૂરી આપવામાં નહીં આવે
ઑકયુજેન દ્વારા ગુરુવારે કહેવામાં આવ્યું કે હવે અમેરિકામાં કોવેક્સિનને ઇમરજન્સી માટે મંજૂરી આપવામાં નહીં આવે, પરંતુ તેના એન્ટિ કોવિડ શૉટ માટે મંજૂરી લેવાના પ્રયાસો શરૂ રાખશે. વધુમાં જણાવાયું કે આ નિર્ણય અમેરિકાના ફૂડ અને ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની સલાહ પછી લેવામાં આવ્યું છે. ફૂડ અને ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોવેક્સિનના ડોઝનો વધુ એક ક્લિનિકલ ટ્રાયલ લેવા માટે કહેવામાં આવ્યું હતું જેથી કરીને એક બાયોલોજીકસનું લાઇસેન્સ ફાઇલ કરી શકાય, જે મંજૂરી લેવા માટેનું પહેલું પગથિયું છે.
Source link
No comments:
Post a Comment