અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીન ન લીધી હોય અથવા કોરોના રિપોર્ટ પોઝિટિવ હોય તો વેપાર નહીં
અમદાવાદ: અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા આજે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર કે રોજગાર કરતા કર્મચારીઓ અને ફેરિયાઓ માટે જાહેરનામું બહાર પડ્યું છે અને વેપાર કરવા માટે કોરોનાની રસી કે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તે ફરજીયાત કરી દેવાયું છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીન ન લીધી હોય અથવા કોરોના રિપોર્ટ નેગેટિવ ન હોય તો વેપાર નહીં કરી શકાય. જો વેકસીન ન લીધી હોય તો છેલ્લા 10 દિવસમાં કરાવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ જોઈશે.
અમદાવાદ જિલ્લાના એડી. કલેકટર હર્ષદ વોરાએ આજે જાહેરનામું બહાર પડ્યું છે જેમાં 12 જૂનથી 11 જુલાઈ દરમિયાન 1. શાકભાજીના છૂટક જે જથ્થાબંધ વિક્રેતા, 2. હોટેલ, રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ, 3. ખાણીપીણીની લારીવાળા, 4. રીક્ષા, ટેક્ષી, કેબ ભાડે ફરતા વાહનોના ડ્રાઇવર, 5. પાનના ગલ્લા, ચાની કીટલી, દુકાન સંચાલક, 6. હેરસલૂન, બ્યુટીપાલર કામ કરનારા, 7. ખાનગી સિક્યુરિટી ગાર્ડ, 8. સ્વરોજગાર મેળવતા કારીગર સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ટેક્નિશિયન અને 9. શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ કર્મચારીઓ માટે વેકસીન ફરજીયાત કરી દેવાઈ છે. ઉપરોકત તમામ લોકોએ વેકસીન કે કિરોના રિપોર્ટ નેગેટિવ હોય તે દર્શવવો પડશે.
આ લોકોએ તા.12 જૂનથી 11 જુલાઈ દરમિયાન વેકસીન લેવી ફરજીયાત
1. શાકભાજીના છૂટક જે જથ્થાબંધ વિક્રેતા
2. હોટેલ, રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ
3. ખાણીપીણીની લારીવાળા
4. રીક્ષા, ટેક્ષી, કેબ ભાડે ફરતા વાહનોના ડ્રાઇવર
5. પાનના ગલ્લા, ચાની કીટલી, દુકાન સંચાલક
6. હેરસલૂન, બ્યુટીપાલર કામ કરનારા
7. ખાનગી સિક્યુરિટી ગાર્ડ
8. સ્વરોજગાર મેળવતા કારીગર સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ટેક્નિશિયન
9. શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ કર્મચારી
No comments:
Post a Comment