Search This Website

Sunday, June 13, 2021

ગુજરાતના વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંકિત પટેલની મોટી આગાહી, આ તારીખે પડી શકે વરસાદ




ગુજરાતના વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંકિત પટેલની મોટી આગાહી, આ તારીખે પડી શકે વરસાદ



ગુજરાતમાં ચોમાસાની સ્થિત છે સારી


હવામાન નિષ્ણાંત અંકિત પટેલનું અનુમાન


જુનમાં ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ



હવામાન નિષ્ણાંત અંકિત પટેલનું અનુમાન લગાવતા કહ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ સારી છે અને જૂનના અંત સુધીમાં કચ્છ સિવાયના મોટા ભાગમાં મેઘ મહેર જોવા મળી શકે છે.

16 જુન પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની વકી

આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 16 જુન પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની વકી છે. જો કે, જૂન મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.



હવામાન વિભાગે પણ કરી છે આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ, દીવ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે સાથે જ અમદાવાદમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.



કચ્છમાં ચોમાસુ મોડું પહોંચશે

રાજ્યમાં ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ, દીવ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાથે જ અમદાવાદમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે બીજી તરફ કચ્છમાં આવખે ચોમાસું થોડું મોડું પહોંચશે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે.





રાજ્યમાં 15 થી 17 જૂન વચ્ચે પડી શકે વરસાદ

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. મુંબઈના દરિયામાં સાંજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 15 થી 17 જૂન વચ્ચે ભારે વરસાદ આવી શકે તેવું હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે.દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી પવન ફુંકાવાને કારણે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 15-17 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.





Source link

No comments:

Post a Comment