શિક્ષણ / આજથી ગુજરાતની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ, કોઇપણ વિદ્યાર્થીને શાળામાં નહીં બોલાવાય
આજથી ગુજરાતની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ
નવી ગાઈડ લાઈન ન આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ
શાળામાં શૈક્ષણિક,બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી ફરજીયાત
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે. આ શાળાઓમાં આજથી ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા શરૂ કરવામા આવનાર છે. શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે નવી ગાઈડલાઈન ન આવે ત્યા સુધી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ અપવાનું રહેશે, તેમજ બાળકોને શાળાએ ન બોલાવવાના સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા છે. શહેરમાં પણ શાળાઓ દ્વારા ઓનલાઈન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે.
શાળામાં શૈક્ષણિક,બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી ફરજીયાત
ગુજરાતમાં આજથી નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. આજથી તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીનો અભ્યાસ નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ઓનલાઇન જ રહેશે. આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી 100 ટકા ફરજીયાત રહેશે.
ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ
કોરોના વાયરસ મહામારીને કારણે ધોરણ 10નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ શકે છે કારણ કે આ અંગેની પ્રવેશ પ્રક્રિયાની હજી સુધી કોઇ ગાઇડલાઇન આપવામાં આવી નથી.
વિદ્યાર્થીઓને ઘરેબેઠા પુસ્તકો મળે તેવી વ્યવસ્થા
નવા શૈક્ષિકસત્રમાં અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો 18મી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને મળી જાય તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. પાઠ્યપુસ્તકો વિતરણ કરવા માટે વિદ્યાર્થીઓને એકત્ર કરવા નહીં, તેના માટે વિદ્યાર્થીઓને ઘરેબેઠા પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા શાળાઓએ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ધોરણ-1થી 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા
ધોરણ-3થી 5 માટેની સાહિત્ય સામગ્રી શિક્ષા અભિયાન દ્વારા ધોરણ-6થી 8 માટેનું સાહિત્ય GCERT દ્વારા અને ધોરણ-10થી 12નું સાહિત્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોમાં પહોંચાડવાનું રહેશે. આ સાથે ધોરણ-1થી 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા પણ શરૂ થશે.
શાળાઓ ખુલતા બાળકો અને વાલીઓએ રાહતનો શ્વાસ
મહત્વનું છે કે રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે ગઈ કાલે નોંધાયેલા કોરોનાના આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના 848 કેસ જોવા મળ્યા છે, 26 જિલ્લા-5 મહાનગરમાં એકેય મોત નહી થતા તંત્રએ થોડો રાહત અનુભવી છે જ્યારે કોરોના કાળામાં લાંબા વેકેશન પછી શાળાઓ ખુલતા બાળકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
Source link
No comments:
Post a Comment