Search This Website

Tuesday, June 1, 2021

Big News : ખુશખબર/ ખેડૂતોને મળશે 4000 રૂપિયા! 30 જૂન પહેલા અહીં કરવું પડશે આવેદન, જાણો પુરી ડીટેલ
Big News : ખુશખબર/ ખેડૂતોને મળશે 4000 રૂપિયા! 30 જૂન પહેલા અહીં કરવું પડશે આવેદન, જાણો પુરી ડીટેલ

દેશભરમાં ખેડૂતો માટે સારી ખબર આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના રૂપમાં દેશના ખેડૂતો માટે 4000 રૂપિયા મેળવવાની સુવર્ણ તક છે. જણાવી દઈએ કે હાલમાં જ પીએમ કિસાન યોજના હેઠળ ખાતામાં 2000 રૂપિયાના હપ્તા મોકલશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પીએમ કિસાન યોજનાનો હેતુ દેશના ખેડૂતોને આર્થિક મદદ પહોંચાડવાનો છે.Source : GSTV News

નવા ખેડૂતો લઇ શકે છે લાભ

જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ હવે નવા ખેડૂતો લાભ લઇ શકે છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો જો તમે એક ખેડૂત છે અને પીએમ કિસાન યોજનાની તમામ જરૂરિયાત પુરી કરી શકો છો તો તમે આવેદન કરી શકો છો અને પોતાના ઘર પર જ આ યોજનાનો લાભ લઇ શકો છો . નવા ખેડૂત જે શામેલ થવા માંગે છે તેઓ અધિકારીક વેબસાઈટ https://pmkisan.gov.in/ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
કરાવવું પડશે રજીસ્ટ્રેશન


ઘણા ખેડુત એવા પણ છે જેમને 2000 રૂપિયાની આ રકમ મળતી નથી, કારણ કે તેમણે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું નહિ. એવામાં હવે ખેડૂત 30 જૂન સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આને મંજૂરી મળી ગઈ તો એપ્રિલ-જુલાઈ વાળો હપ્તો જુલાઈમાં મળી જશે અને ઓગસ્ટનો નવો હપ્તો પણ એકાઉન્ટમાં આવી જશે. એટલે બે હપ્તાનો લાભ મળી શકશે.

Source : GSTV News
જાણો ક્યારે સુધીમાં આવશે હપ્તો ?

જો કોઈ ખેડૂત જૂનમાં રજીસ્ટ્રેશન કરાવે છે તો એને યોજનાનો પહેલો હપ્તો જુલાઈમાં મળશે. એમને આગામી હપ્તો પણ મળશે જે સરકાર સામાન્ય રીતે ઓગસ્ટના મહિનામાં પહોંચાડે છે. એનો મતલબ છે કે ખેડૂતને પીએમ કિસાન યોજનાનો ડબલ લાભ મળશે. યોજના માટે રજીસ્ટ્રેશન કરવો છો તો તેમને 4000 રૂપિયા મળશે.

No comments:

Post a Comment