હવે ગુજરાતમાં સરકારી શાળા બહાર વધુ લાઈન, AMCની સ્કૂલમાં છેલ્લા 15 દિવસમાં 16,000થી વધુ એડમિશન
posted on at
- ખાનગી સ્કૂલ છોડી વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યાં
- પોતાના બાળકોને મોકલી રહ્યાં છે હવે સરકારી સ્કૂલમાં
- આ વર્ષે AMCની સ્કૂલોમાં મોટી સંખ્યામાં થયા એડમિશન
વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલના બદલે સરકારી સ્કૂલમાં દાખલ કરી રહ્યા છે. એક તરફ કોરોનામાં આવેલી મંદી અને બીજી તરફ ખાનગી શાળાઓમાં લાખો રૂપિયાની ફીના કારણે અંતે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. આ વર્ષે AMCની સ્કૂલોમાં છેલ્લા 15 દિવસમાં 16,000 કરતા વધુ એડમિશન ધોરણ-1મા નવા વિદ્યાર્થીઓએ લીધા અને ગયા વર્ષે ધોરણ-1મા 18,216 વિદ્યાર્થીઓ ધોરણ-1મા પ્રવેશ લીધો હતો. જ્યારે ખાનગી સ્કૂલમાંથી આવેલા પ્રવેશની વાત કરીએ તો, આ વર્ષે ધોરણ 2થી 8મા ખાનગી સ્કૂલમાંથી 1,265 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. અને ગયા વર્ષે ખાનગી માંથી 35,00 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
AMC સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં અત્યારે ધોરણ 1 થી 8માં AMCની સ્કૂલમાં 1,50,392 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. અભ્યાસ અને છેલ્લા સાત વર્ષમાં ખાનગી સ્કૂલમાંથી 36,264 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. મહત્વનું છે કે સરકારી સ્કૂલનું સુધરતું શિક્ષણ અને સ્માર્ટ સ્કૂલના લીધે વાલીઓ હવે ખાનગીના બદલે સરકારી સ્કૂલ કરી વધુ પસંદ કરી રહ્યા છે
ક્યાં વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ
2014-15 2397
2015-16 5481
2016-17 5005
2017-18 5219
2018-19 5791
2019-20 5272
2020-21 3334
2021-22 1265 અને હજુ પ્રવેશ ચાલુ
ખાનગી શાળા છોડવાનું કારણ?
- કોરોનાને કારણે માતા-પિતાની આવક ઘટી
- ધંધા-રોજગાર પડી ભાંગતા આવકના સ્ત્રોત સિમિત બન્યા
- કોરોનામાં ભણતર નથી છતાં ખાનગી શાળાની ફી બાબતે મનમાની
- ખાનગી શાળામાં બેફામ ઉઘરાવાતી ઉંચી ફી
- ખાનગી શાળામાં ઉઘાડી લૂંટથી વાલીઓ ત્રસ્ત
- ખાનગી શાળામાં ઇન્ફ્રાસ્ટ્રચરના નામે પોલંપોલ
- ખાનગી શાળામાં ફી ઉંચી પણ શિક્ષણનું સ્તર નબળાની રાવ
- શાળાની ફી સાથે ટ્રાવેલિંગ અને અન્ય ખર્ચનું ભારણ
સરકારી શાળા પર પસંદગી કેમ ?
- કોરોના સમયે ભણતરના આર્થિક બોજમાંથી મુક્તિ
- સરકારી શાળામાં મળતું મફત શિક્ષણ
- સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ
- ઘરની નજીક હોવાથી ટ્રાવેલીંગ અને બીજા ખર્ચમાંથી મુક્તિ
- ખાનગી શાળાની ફી ઉધરાવવાની જોહુકમીથી મુક્તિ
- સરકારી શાળામાં શિક્ષણના નામે બીજા કોઇ ખર્ચ નહીં
No comments:
Post a Comment