
દેશમાં 91 દિવસમાં 50 હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1167 લોકોના મોત
posted on at
- દર્દીની સંખ્યા હવે 40 હજારની નજીક આવી ગઈ
- મહારાષ્ટ્રમાં હવે કોરોનાના નવા મામલા 7 હજારથી પણ નીચે પહોંચ્યા
- 91 દિવસ બાદ 50 હજારથી ઓછા કેસ આવ્યા
દર્દીની સંખ્યા હવે 40 હજારની નજીક આવી ગઈ
દેશમાં કોરોના દર્દીની સંખ્યા હવે 40 હજારની નજીક આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 42 હજાર 640 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 1167 દર્દીને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ કોરોનાના નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 કરોડ 99 લાખ 77 હજાર 861 થઈ ગયા છે. ત્યારે 91 દિવસ બાદ એક દિવસમાં આવતા કેસમાં 50 હજારથી ઓછા કેસ આવ્યા છે.
6 લાખ 62 હજાર 521 એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં અત્યાર સુધીમાં 6 લાખ 62 હજાર 521 એક્ટિવ કેસ છે. જ્યારે 2 કરોડ 89 લાખ 26 હજાર 38 લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 લાખ 89 હજાર 302 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં હવે કોરોનાના નવા મામલા 7 હજારથી પણ નીચે પહોંચ્યા છે.
મહારાષ્ટ્રમાં કેસમાં ઘટાડો નોંધાયો
મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ 19માં 6270 નવા મામલા સામે આવ્યા છે. જે ગત મહિના દરમિયાન સામે આવેલા એક દિવસના સૌથી ઓછા મામલા છે. આ સાથે કુલ કેસ 59, 79, 051 થયા છે. 94 લોકોના મોત થતા કુલ મોતના કેસ 1,18,313 થઈ ગયા છે.
પંજાબમાં 340 નવા મામલા
પંજાબમાં સોમવારે કોરોનાના 340 નવા કેસ મળ્યા છે. 24 અને દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ મુજબ નવા મામલા સામે આવ્યા છે. કુલ કેસ 5, 92, 658 થયા છે અને મૃતકોની સંખ્યા 15, 854 થઈ છે. રાજ્યમાં હજું પણ 6477 દર્દીની સારવાર ચાલી રહી છે. ગત એક દિવસમાં 1, 271 લોકો સજા થઈ જશે. આની સાથે સાજા થનારા લોકોની સંખ્યા 5, 70, 327 થઈ છે.
આંધ્ર પ્રદેશમાં 2620 નવા મામલા સામે આવ્યા
આંધ્ર પ્રદેશમાં સોમવારે 2620 નવા મામલા સામે આવ્યા છે. જે 9 એપ્રિલ બાદ પ્રદેશમાં એકદિવસના સૌથી ઓછા કેસ છે. જ્યારે 7504 લોકો સાજા થયા છે. કુલ 17,82,680 લોકો સાજા થયા છે. આ દરમિયાન 44 લોકોના મોત થાય છે. જેમાં મરનારાની સંખ્યા 12, 362 થઈ ગઈ છે.
No comments:
Post a Comment