ફાઈઝર અને મોર્ડનાની વેક્સિનને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર, હવે આ બીમારીના 800 કેસ આવતા વધી ચિંતા
ફાઈઝર-મૉડર્નાની વેક્સિનથી દુર્લભ બીમારી
માયોકાર્ડાઈટિસ, પેરિકાર્ડાઈટિસની અસર
12-24 વર્ષના લોકોમાં થઈ સમસ્યા
વેક્સિન લીધા બાદ હૃદય સંબંધી બીમારી
શોધકર્તાઓએ ફાઈઝર-મૉડર્નાની વેક્સિનથી દુર્લભ બીમારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે તેમાંથી અડધાથી વધારે મુશ્કેલી 12-24 વર્ષના લોકોમાં જોવા મળી છે. દેશમાં કરોડો વેક્સિનમાં ફક્ત 9 ટકા આ ઉંમરના લોકો લઈ ચૂક્યા છે.
18 જૂને યોજાશે બેઠક
આ જાણકારી સામે આવ્યા બાદ સીડીસીના સલાહકારોએ વેક્સિનથી જન્મેલી મુશ્કેલી માયોકાર્ડાઈટિસ અને પેરિકાર્ડાઈટિસના કારણોની તપાસ માટે 18 જૂને બેઠક યોજી છે.
વેક્સિન લીધેલા વ્યક્તિઓમાં માયોકાર્ડાઈટિસ અને પેરિકાર્ડાઈટિસની અસર
માયોકાર્ડાઈટિસમાં હૃદયની માંસપેશીઓમાં સોજો આવી જાય છે. આ સાથે જ પેરિકાર્ડાઈટિસમાં હૃદયની આસપાસની કોશિકામાં સોજો આવે છે. 31 મે સુધી 216 લોકોમાં પ્રથમ ડોઝ લીધા બાદ આ સમસ્યા જોવા મળી છે. તો 573 લોકોમાં બીજો ડોઝ લીધા બાદ આ સમસ્યા જોવા મળી છે. આ આંકડા વેક્સિન સુરક્ષા મુદ્દે થયેલી બેઠકમાં સામે આવ્યા છે. હવે આ બીમારીની તપાસ CDCએ હાથ ધરી છે. કેટલાક સંશોધકોએ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ ચિંતાની વાત તો એ છે કે 12થી 24 વર્ષની ઉંમરમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.
USમાં દુર્લભ બીમારીએ વધારી ચિંતા
અમેરિકામાં ફાઈઝર અને મૉડર્નાની વેક્સિનથી થઈ દિલની દુર્લભ બીમારી.
વેક્સિન લીધા બાદ સામે આવ્યા આવી બીમારીના 800 કેસ.
વેક્સિન લીધેલા વ્યક્તિઓમાં માયોકાર્ડાઈટિસ અને પેરિકાર્ડાઈટિસની અસર.
માયોકાર્ડાઈટિસમાં હૃદયની માંસપેશીઓમાં સોજો આવી જાય છે.
પેરિકાર્ડાઈટિસમાં હૃદયની આસપાસની કોશિકામાં સોજો આવે છે.
31 મે સુધી 216 લોકોમાં પ્રથમ ડોઝ લીધા બાદ આ સમસ્યા જોવા મળી.
573 લોકોમાં બીજો ડોઝ લીધા બાદ આ સમસ્યા થઈ.
આ આંકડા વેક્સિન સુરક્ષા મુદ્દે થયેલી બેઠકમાં સામે આવ્યા.
હવે આ બીમારીની તપાસ CDCએ હાથ ધરી છે.
કેટલાક સંશોધકોએ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
12થી 24 વર્ષની ઉંમરમાં આ સમસ્યા વધુ જોવા મળી.
દેશમાં કરોડો વેક્સિનમાંથી માત્ર 9 ટકા વેક્સિન જ આ ઉંમરના લોકોને લગાવાઈ છે.
આ બીમારી થવા પાછળનું કારણ શોધવા 18 જૂને બેઠક.
Source link
No comments:
Post a Comment