Search This Website

Friday, June 11, 2021

70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં આવ્યા 84 હજાર મામલા, 4002ના મો


70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં આવ્યા 84 હજાર મામલા, 4002ના મો







સતત 5માં દિવસે કેસ 1 લાખથી ઓછા કેસ


કોરોનાના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ


70 દિવસમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ



સતત 5માં દિવસે કેસ 1 લાખથી ઓછા કેસ

કોરોનાની બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થવામાં લાગ્યુ છે. કોરોના સંક્રમણના સતત 5માં દિવસે કેસ 1 લાખથી ઓછા રહ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં 84 હજાર 332 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 4002 દર્દીઓના જીવ ગયા છે. ખાસ વાત એ છે કે 70 દિવસમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ આવ્યા છે. કોરોનાના નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 કરોડ 93 લાખ 59 હજાર 155 થઈ ગઈ છે.

કોરોનાના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ છે. જ્યારે 2 કરોડ 79 લાખ 11 હજાર 384 લોકો સાજા થઈ પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 લાખ 67 હજાર 81 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોટી રાહત મળતી જોવા મળી રહી છે.



મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 1, 06, 367 થઈ ગઈ

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 11, 766 નવા મામલા સામે આવ્યા જ્યારે કુલ મળીને 2213 લોકોના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર નવા મામલામાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 58,87,853 અને મૃતકોની સંખ્યા 1, 06, 367 થઈ ગઈ છે. જો કે ગત 24 કલાકમાં 406 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં 238 નવા કેસ

દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 238 નવા મામલા સામે આવ્યા જ્યારે કુલ મળીને 2213 લોકોના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર સંક્રમિણનો દર ઘટીને 0.31 થઈ ગયો છે અને મૃતકોની સંખ્યા 24,772 થઈ ગઈ છે. જો કે ગત 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે.



ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 74 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં શુક્રવારે કોરોનાના 619 નવા મામલા સામે આવ્યા જ્યારે કુલ મળીને 21,667 લોકોના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર નવા મામલામાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 17,01,668 અને મૃતકોની સંખ્યા 21,667 થઈ ગઈ છે. જો કે ગત 24 કલાકમાં 74 લોકોના મોત થયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 1,642 દર્દીના સાજા થયા છે. કુલ 16,68,874 લોકો સાજા થયા છે.





Source link

No comments:

Post a Comment