વેક્સિનના બંને ડોઝ બાદ 7 ટકા લોકોમાં જોવા મળ્યું એવું કે હેલ્થ એક્સપર્ટે પકડી લીધું માથું, થયો મોટો ખુલાસો

હેલ્થ વર્કરોના સેમ્પલ લઈને એન્ટીબોર્ડીની તપાસ કરવામાં આવી
7 ટકા લોકોમાં રસીના બે ડોઝ બાદ પણ એન્ટીબોડી નથી
આ ટેસ્ટથી ડોક્ટરો હૈરાન
રસી લગાવ્યા બાદ પણ રોગપ્રતિકારક શક્તિ કેમ ન બની
મેડિકલ કોલેજના બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન ડિપાર્ટમેન્ટની સ્ક્રીનિંગમાં 7 ટકા લોકોમાં વેક્સિન લગાવ્યા બાદ પણ એન્ટીબોર્ડી નથી બની શકવાના કેસ સામે આવ્યા છે. આ ટેસ્ટથી ચિકિત્સક હૈરાન છે. હવે રિસર્ચમાં એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે રસી લગાવ્યા બાદ પણ રોગપ્રતિકારક શક્તિ કેમ ન બની.
હેલ્થ વર્કરોના સેમ્પલ લઈને એન્ટીબોર્ડીની તપાસ કરવામાં આવી
કિંગ જોન મેડિકલ યુનિવર્સિટીના બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન વિભાગમાં કામ કરનારા હેલ્થ વર્કરોના સેમ્પલ લઈને એન્ટીબોર્ડીની તપાસ કરવામાં આવી. આવો સ્ક્રિનિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં આ પહેલી વાર થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 1 હજાર લોકોના ટેસ્ટ પર એન્ટીબોડી તપાસ થઈ ચૂકી છે. હજુ લગભગ 4 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ બાકી છે.

7 ટકા લોકોમાં રસીના બે ડોઝ બાદ પણ એન્ટીબોડી નથી
ટેસ્ટમાં એ વાત સામે આવી છે કે 7 ટકા લોકોમાં રસીના બે ડોઝ બાદ પણ એન્ટીબોડી નથી બની શકી. બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન વિભાગની વિભાગાધ્યક્ષ તૂલિકા ચંદ્રાના જણાવ્યાનુસાર આ મામલામાં હજું વધારે રિસર્ચની જરુર છે.

4000 લોકોના થશે ટેસ્ટ
તેમણે કહ્યુ કે અમે લોકોના 4 હજાર હેલ્થ વર્કર્સનું સ્ક્રિનિંગ કરી એન્ટીબોડી ચેક કરી રહ્યા છીએ. આવું પહેલીવાર થઈ રહ્યુ છે. અમે અત્યાર સુધીમાં 1 હજાર લોકોનું એન્ટીબોડી સ્ક્રિનિંગ કર્યુ જેમાંથી લગભગ 7 ટકા લોકોમાં એન્ટીબોડી બની નથી. તેમનું રસીકરણ થઈ ચૂક્યુ છે. આખરે કેમ એન્ટીબોડી ન બની એ તપાસનો વિષય છે. એ પણ તપાસવામાં આવશે કે આની પાછળ કોઈ હોરમોનલ કારણ તો નથીને.’
Source link
No comments:
Post a Comment