ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટીને 200 નીચે જ્યારે સંક્રમણથી 4 લોકોની છેલ્લી 24 કલાકમાં મોત
કોરોનાની ત્રીજી લહેર 6-7 સપ્તાહમાં આવી શકે છે, AIIMSનાં ડિરેક્ટરની ચેતવણી
નવી દિલ્હી,19 જુન 2021 શનિવાર
કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, તે અંગે એઇમ્સનાં ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક મહત્વની વાત કરી છે, એઇમ્સનાં ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું કે આગામી 6-7 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, તેમણે લોકોને ચેતવતા કહ્યું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ જેવી જરૂરી લાઇડલાઇનનું પાલન નહીં, કરાય તો પરિસ્થિતી વિકટ બની શકે છે,
ગુલેરિયાએ કહ્યું કે કોરોનાનાં કેસ વધવાથી સર્વિલાન્સ અને જે વિસ્તારમાં કેસ વધે છે, તેની ઓળખ કરીને ત્યાં લોકડાઉન લગાવવાની જરૂર પડી શકે છે, રણદીપ ગુલેરિયા જણાવ્યું કે 'જો કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરાયું તો ત્રીજી લહેર આગામી 6-7 સપ્તાહમાં આવી શકે છે, અત્યારે જરૂરી છે કે રસીકરણ થાય ત્યા સુધી આપણે આક્રમક રીતે આપણી જંગ ચાલુ રાખીએ.'
એઇમ્સનાં ડિરેક્ટરએ કહ્યું કે જો કોઇ વિસ્તારમાં કોરોના સંક્રમણનો દર 5 ટકાથી ઉપર જાય છે, તો ત્યાં લોકડાઉન લગાવવા અથવા તે વિસ્તારને કેન્ટોન્મેન્ટ ઝોન ઘોષિત કરવા માટે જરૂરી પગલા લેવા જોઇએ, એઇમ્સનાં ડિરેક્ટરે કહ્યું કે આર્થિક પ્રવૃતિને ધ્યાનમાં રાખીને કોરોનાની કોઇ પણ લહેરનાં સામના માટે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવું તે કોઇ ઉપાય નથી.
Source :- Gujarat samachar
No comments:
Post a Comment