કલકત્તા: ભાજપ કાર્યાલય પાસે 51 દેશી બોમ્બ મળતાં ખળભળાટ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે
કલકત્તામાં ભાજપના કાર્યાલય નજીક મળ્યા બોમ્બ
ખિદિરપુર ચાર રસ્તા નજીક એક બેગમાંથી મળ્યા બોમ્બ
ભાજપ કાર્યાલય નજીક બેગમાંથી 51 દેશી બોમ્બ મળ્યા
કલકત્તામાં ભાજપના કાર્યાલય નજીક દેશી બોમ્બ મળી આવ્યા છે. ખિદિરપુર ચાર રસ્તા નજીક એક બેગમાં 51 જેટલા દેશી બોમ્બ મળ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોમ્બ સ્કવૉડ પહોંચી ગઈ હતી. અને સમગ્ર મામલે તપાસની કામગીરી શરૂ કરી દેવાય છે.
આ અગાઉ વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રીજા તબક્કાના મતદાન પહેલા પોલીસને 41 ક્રૂડ બોમ્બ મળ્યા હતા. આ બોમ્બ દક્ષિણ 24 પરગનાના બરુઈપુર વિસ્તારમાંથી મળ્યા હતા. પોલીસે એક ઝાડ પાછળથી કબજે કર્યા હતા. આ ઘટના પહેલા જ ચૂંટણી સમયે અમિત શાહ, મમતા બેનર્જી અને તેના ભત્રીજા અભિષેક બેનર્જીએ રોડ શો કર્યો હતો.
ચૂંટણી દરમિયાન અનેક વખત બોમ્બ મળ્યા હતા. બંગાળમાં પહેલા તબક્કાના મતદાનના એક દિવસ અગાઉ 26 માર્ચે પોલીસને 26 ક્રૂડ બોમ્બ મળ્યા હતા. પોલીસે આ બોમ્બ કલકત્તાના બેનીપુકુરની સીઆઈટી રોડ પરથી એક ઈમારતના પાછળના ભાગમાંથી કબજે કર્યા હતા. આ સિવાય 28 માર્ચના દિવસે પોલીસે 56 જીવતા બોમ્બ કબજે કર્યા હતા. આ બોમ્બ નરેન્દ્રપુર વિસ્તારમાંથી મળ્યા હતા.
Source link
No comments:
Post a Comment